AHAVADANG

ડાંગ: કેળ ગામના આંખની ઉણપ ધરાવતા 8 વર્ષીય બાળકનુ સફળ ઓપરેશન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | ડાંગ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ચાલતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન પેટોસિસની બિમારી ધરાવનાર સુબિર તાલુકાના કેળ ગામના 8 વર્ષીય બાળકનુ સફળ ઓપરેશન કરવામા આવ્યુ છે.

<span;>પેટોસિસ, જે આંખની સ્થિતીમા ફેરફાર કરી આંખોને નીચી બનાવે છે. દ્રષ્ટિ અને આંખના સ્નાયુઓને અવરોધે છે. જો કે, પેટોસિસની સારવાર સરળ છે. પેટોસિસને સામાન્ય વ્યક્તિની ભાષામા ડ્રોપી પોપચાની સ્થિતિ તરીકે પણ ઓળખવામા આવે છે. કારણ એ છે કે પેટોસિસમા, ઉપલા પોપચા ધીમે ધીમે નીચે ઝૂકવા લાગે છે. તે થોડુ ઝૂકવાથી શરૂ થાય છે. જે આંખને સંપૂર્ણ રીતે ઢાંકી શકે છે. અમુક દુર્લભ કિસ્સાઓમા, તે કુદરતી રીતે ઉકેલાઈ જાય છે. પરંતુ આ માટે યોગ્ય તબીબી સારવાર જરૂરી છે. ઝુકેલી આંખોને કારણે આંખ ઝબકાવવુ મુશ્કેલ બને છે. આંખો ફાડવા લાગે છે. આંખો અંધકારમય અને તણાવ અનુભવવા લાગે છે. દ્રષ્ટિમા અવરોધ આવી શકે છે. યોગ્ય દ્રષ્ટિનો અભાવ પણ માથાનો દુખાવો અને ચક્કરનુ કારણ બની શકે છે.

<span;>આવી લાચારી ધરાવતી પેટોસિસની ગંભીર બિમારી ધરાવનાર બાળક, ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કેળ ગામમા RBSK ટીમને શાળા તપાસ દરમિયાન મળી આવ્યુ હતુ. ડૉ અંકિત ગરાસિયા તેમજ તેમની ટીમ દ્વારા આ બાળકને (RBSK) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતે આંખની હોસ્પિટલમા સફળ ઓપરેશનમા કરવામા આવ્યુ હતુ.

<span;>બાળકના ઓપરેશન બાદ RBSK ટીમ દ્વારા બાળકની હોમ વિઝીટ કરવામા આવી હતી. તેમજ બાળકને સાચવવા અંગેની સમજુતી આપવામા આવી હતી. સરકારશ્રીના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે અંતરિયાળ વિસ્તારમા માનવતાની મહેક પ્રસરાવી છે. આ માટે ડો. રૂજાતા પટેલ, એફ.એચ.ડબલ્યુ દક્ષાબેન, પેરામિસ્ટીક મહેન્દ્રભાઇ લોકોએ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!