GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેર રેલ્વે ફાટક પાસે ઢાળમાં ટ્રક પાછળ આવતા બાઈક સવાર આધેડનું મોત

WANKANER વાંકાનેર રેલ્વે ફાટક પાસે ઢાળમાં ટ્રક પાછળ આવતા બાઈક સવાર આધેડનું મોત

વાંકાનેર મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રક અચાનક પાછળ આવતા પાછળના ભાગે ઉભેલ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર આધેડનો પગ ટ્રકના વ્હીલના જોટામાં આવતા તાત્કાલિક આધેડને હોસ્પિ.સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર ગત તા. ૨૨/૦૨ ના રોજ વાંકાનેર મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રક રજી. જીજે-03-બીવાય-5352 ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે તેમજ બેદરકારીપૂર્વક ચલાવી અચાનક પાછો પાડતા ટ્રક પાછળ ઉભેલ બાઈક સાથે અથડાયો હતો. જેમાં બાઈક લઈને ઉભેલ દિલીપભાઈ પંડ્યાનો પગ ટ્રકના જોટામાં આવી જતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં દિલીપભાઈનું ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર અમીતભાઇ દીલીપભાઇ પંડ્યા રહે.વાકાનેર મીલ કોલોની સ્ટેશન રોડની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!