BANASKANTHAPALANPUR

સ્વસ્તિક મહિલા કોલેજમાં રેડરીબીન ક્લબ દ્વારા  એઇડ્સ ( Hiv) જાગૃતિ નિમિત્તે રંગોલી સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવી 

26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

એડ્સના ટૂંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ Acquired Immunodeficiency syndrome છે જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકારક ઊણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક માનવના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરતો રોગ છે જે HIV વાયરસ જવાબદાર છે.  HIV વાયરસ નું અંગ્રેજી નામ Human Immunodeficiency વાયરસ છે .જેને ગુજરાતીમાં માનવ રોગ પ્રતિકાર ઉણપ વાયરસ તરીકે ભાષાંતરિત કરી શકીએ આ રોગ ઉત્તરોતર શરીરની પ્રતિકાર શક્તિ ઘટાડે છે જેથી રોગગ્રસ્ત વ્યક્તિને ચેપ લાગવાની અને ગાંઠ થવાની શક્યતા વધી જાય છે એચઆઇવીનો ફેલાવો સ્તર કે રુધિર પ્રવાહના રોગગ્રસ્ત શારીરિક સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાથી થાય છે.  શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એઇડ્સ જાગૃતિ નિમિત્તે રંગોળી સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નિમિત્તે વસંતભાઈ લિંબાચીયા (ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર જિલ્લા એઇડ્સ ) પ્રવીણભાઈ પરમાર (પ્રોજેક્ટ મેનેજર) પ્રકાશભાઈ પ્રજાપતિ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આગેવાન પ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ પટેલ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય સાહેબ શ્રી મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ , સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન શ્રી નેહલબેન પરમાર, કોલેજની તમામ અધ્યાપિકાબેન શ્રીઓ તથા તમામ દીકરીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વસંતભાઈ લીંબાસીયા તથા પ્રવીણભાઈ પરમાર દ્વારા એઇડ્સ ( HIV) વિશેની જાણકારી દીકરીઓને આપી હતી. આ તમામ કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આગેવાન પ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!