MORBI:મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ‘સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ-૨૦૨૫’ ભવ્ય રીતે સંપન્ન: ૫ શિક્ષકો એવોર્ડથી સન્માનિત




MORBI:મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ‘સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ-૨૦૨૫’ ભવ્ય રીતે સંપન્ન: ૫ શિક્ષકો એવોર્ડથી સન્માનિત
શિક્ષણ જગતમાં મોરબીનું ગૌરવ વધારતો એક ઐતિહાસિક પ્રસંગ તાજેતરમાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાઈ ગયો. CBSE બોર્ડ અને સહોદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ – ૨૦૨૫’ અત્યંત ભવ્યતા અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની વિવિધ CBSE શાળાઓના ૨૦૦થી વધુ પ્રિન્સિપાલો, ડાયરેક્ટરો, કોઓર્ડિનેટરો અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ગરિમામાં સહોદયાના પ્રમુખ રાધેશ્યામ પાંડે, રાજકોટ CBSE કોઓર્ડિનેટર રાજીવ રંજન અને મોરબી કોઓર્ડિનેટર દીપા શર્માએ હાજરી આપી ચાર ચાંદ લગાવ્યા હતા.આ સમારોહ દરમિયાન મોરબીની યજમાન શાળા એવી ‘ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ’ના ૫ તેજસ્વી શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ડી.બી. પાડલિયા સાહેબ, મેનેજીંગ ડિરેક્ટર હાર્દિક પાડલિયા અને પૂજા પાડલિયા સહિતના મહાનુભાવોએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.શિક્ષકને સમાજનો સાચો શિલ્પકાર ગણાવતા આ સમારોહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું હતું. સૌરાષ્ટ્રભરના શિક્ષકો માટે આ એક પ્રેરણાદાયક અને યાદગાર ક્ષણ બની રહી હતી.




