CHOTILASURENDRANAGAR

થાન ભડુલા વિસ્તાર અને રૂપાવટી મહા નદીમાં ગેરકાયદેસર ખનનપર તંત્રના દરોડામાં 200 થી વધુ ખાડા મળ્યા.

તા.25/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ ખાડા બુરવા માટે કરી હતી રજુઆત

ભૂસ્તર, ખાણખનીજ, સુરેન્દ્રનગર ટીમ દ્વારા સાથે રાખીને એસઓજી, એલસીબી, મામલતદાર થાન પોલીસના સંયુક્ત દરોડા થાનગઢમાં ભુડુલા વિસ્તાર અને રૂપાવટી મહાનદીમાં ચાલતા ગેરકાયદેસર ખનનની બુમરાડો ઉઠી હતી જેને લઇ શુક્રવારે ભુસ્તર વિભાગ, ખાણખનીજ, એસઓજી, એલસીબી, મામલતદાર, થાન પોલીસ સહિતના સંયુક્ત દરોડા પડ્યા હતા જેમાં 200 થી વધુ ગેરકાયદેસર ખાડા મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી થાનગઢ વિસ્તારમાં વિપુલ માત્રામાં દુર્લભ ખનીજ કોલસો ધરબાયેલા હોવાથી ખનીજ માફીયાઓ અહીં ગેરકાયદેસર રીતે ખનન કરી કરોડો કમાઇ સરકારી તીજોરીને‌ રોજનુ લાખો રૂપીયાનું નુકશાન પહોંચાડતા હોવાની બુમરાડો ઉઠવા સાથે રજૂઆતો થઇ હતી અગાઉ ટીમના દરોડા પણ ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો ત્યારે શુક્રવારે થાન ભડુલાની અંદર અને રૂપાવટી મહાનદીની અંદર ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજ ખાતું સુરેન્દ્રનગર થાનગઢ પોલીસ સ્ટેશન થાનગઢ મામલતદાર સુરેન્દ્રનગરની એસોજી એલસીબી દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 200 થી વધુ ખાડાઓ ગેરકાયદેસર ચાલતા હોવાનુ ધ્યાને આવતા તપાસમાં આવેલી ટીમ પણ ચોંકી ઉઠી હતી આ ખાડા કેવી રીતે ઉતારવામાં આવ્યા અને શું રેવન્યુ ખાતાને કે તલાટીને એની માહિતી ન હતી આ ખાડામાં જેની અંદર કરોડો રૂપિયાનું ખનીજ પકડાયા હોવાનું માહિતી મળી છે જ્યારે તમામ વસ્તુ કબજે લેતા મોડી રાત થઈ જાય ચર્ચા રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે 200 થી વધારે ખાડા તંત્રની મીઠી નજરથી ચાલતાં હોવાનું ચર્ચા રહ્યું છે કોની મીઠી નજરથી ચાલી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા આઠ દસ દિવસથી સુરેન્દ્રનગરની તમામ સરકારી એજન્સી ખાડા બંધ કરી દેવાની સૂચના દેવામાં આવી છે કોઈપણ પ્રકારનો વહીવટ લેવામાં આવશે નહીં તો પણ રાત દિવસ ચાલી રહ્યું છે. શું ખનીજ માફીયાઓને કોઈની બીક રહી નથી તે તપાસનો વિષય છે અને એક અધિકારીઓ કોલસામાં ભાગીદાર હોય ચર્ચા રહ્યું છે કોઈ મોટા રાજકારણી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે એટલે આ લોકોને કોઈ અડી શકતું નથી સહિત મુદ્દા થાન વિસ્તારમાં ટોક ઓફધી ટાઉન બન્યા હતા થાન ભડુલા વિસ્તાર અને રૂપાવટી મહાનદીમાં ગેરકાયદેસર ખનનપર તંત્રના દરોડામાં 200 થી વધુ ખાડા મળ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!