GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે સારા-ખરાબ સ્પર્શ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.12/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત સરકારની ‘મિશન શક્તિ યોજના’ હેઠળ કાર્યરત સંકલ્પ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ગત તા. ૧૧ના રોજ સારા-ખરાબ સ્પર્શ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓને ગૂડ ટચ – બેડ ટચ અંગે સજાગ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત, પોક્સો એક્ટ અને ચાઈલ્ડ હેલ્પલાઇનની માહિતી વિડીયોના માધ્યમથી આપવામાં આવી હતી.

તેમજ અભ્યાસમાં ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા અને બાળ કલ્યાણ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!