DANGUncategorized

Dang: શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી.ત્યારે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ફરી એકવાર લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના કારોબારીને લેખિતમાં રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવે તેવી માંગ  કરવામાં આવી છે.શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા વિરોધ રંધાવામાં આવી રહ્યો છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી.ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્રારા કર્મચારીઓના મુખ્ય બે પડતર પ્રશ્નો (૧) સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજના પુન: શરૂ કરવી અને (૨) ફિક્સ પગારી યોજના (જ્ઞાન સહાયક, ફિક્સ પગાર, કરાર આધારિત ફિક્સ પે) મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવી તથા સરકારશ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલા પ્રશ્નો (૧) તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જુની પેન્શન યોજનાનો લાભ આપવો. (૨) CPFHL કર્મચારીના ૧૦% ફાળા સામે સરકારે ૧૪% ફાળો ઉમેરવો. (૩) કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થાં (TA/DA,LTC, ચાર્જ એલાઉન્સ,વતન પ્રવાસ) આપવા. (૪) કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો દર ૨૫% થાય ત્યારે ઘરભાડા ભથ્થું ૯%, ૧૮% અને ૨૭% તેમજ મોંઘવારી ભથ્થાંનો દર ૫૦% થાય ત્યારે ઘરભાડા ભથ્થું ૧૦%, ૨૦% અને ૩૦% ના દરે આપવું જેવા પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં તા. ૧૪/૦૨/૨૦૨૪ થી ૨૩/૦૨/૨૦૨૪ દરમ્યાન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે તથા રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડા ધારણ કરશે તથા ગાંધીનગર ખાતે ધારણા પ્રદર્શન કરશે એવા અનેક કાર્યક્રમો યોજીને શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!