GARUDESHWARNANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) તરીકે બદલી સાથે-

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે શ્રી ઉદિત અગ્રવાલએ સંભાળ્યો પદભાર.

મહેસાણા કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર શ્રી ઉદિત અગ્રવાલની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) તરીકે બદલી સાથે નિમણુંક થતા શ્રી ઉદિત અગ્રવાલે આજરોજ તારીખ- ૧૭/૦૧/૨૦૨૩,મંગળવારે પદભાર સંભાળ્યો છે.આજે શ્રી ઉદિત અગ્રવાલનું કચેરી ખાતે આગમન થતા ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

વર્ષ ૨૦૦૮માં ભારતીય સનદી સેવામાં સીધી ભરતીથી પસંદગી પામીને ભરૂચ, ભાવનગર ખાતે મદદનીશ કલેકટર,તથા વલસાડ,અમદાવાદમાં જીલ્લા વિકાસ અધિકારી, સુરેંદ્રનગર,ગોધરામાં જીલ્લા કલેક્ટર, તથા રાજકોટમાં મ્યુનસિપાલ કમિશ્નર તરીકે અને કલેક્ટર મહેસાણા તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.

SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGAની સ્થાપનાં કરી છે,આ થકી સરકારશ્રીનાં આ પવિત્ર ઉદ્દેશ્યને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!