BANASKANTHAPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરમાં “વાર્ષિકોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્ર્મ સંપન્ન થયો

13 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરમાં શનિવારના રોજ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા “વાર્ષિકોત્સવ” કાર્યક્ર્મ અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.વાર્ષિકોત્સવ અને શુભેચ્છા કાર્યક્રમને શોભાવવા મહેમાનશ્રીઓ એવા શ્રી સરદારભાઈ ચૌધરી (ધારાસભ્યશ્રી, ખેરાલુ), ડૉ. જગદીશભાઇ ચૌધરી (પ્રિન્સિપાલશ્રી, એસ.વી.આર્ટ્સ કોલેજ, અમદાવાદ), ડૉ. ડી.જે. શાહ (કુલપતિશ્રી, સાંકળચંદ પટેલ યુનિર્વસિટી, વિસનગર), અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, અન્ય હોદ્દેદાર ડૉ. શ્રી. વી.વી.ચૌધરી ,શ્રી જે.ડી.ચૌધરી, શ્રી નટુભાઇ ચૌધરી, શ્રી વી.જી.ચૌધરી, શ્રી રાજુભાઈ એલ. ચૌધરી, શ્રી ઈશ્વરભાઈ બી. ચૌધરી, શ્રી ખુમજીભાઈ કે. ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ એસ. ચૌધરી, શ્રી પ્રતાપભાઈ વી. ચૌધરી, શ્રી સુરેશભાઇ વી.ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો અને કેળવણી મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ દ્રારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વાર્ષિકોત્સવમાં પધારેલ માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં આદર્શ શૈક્ષણિક સંકુલે સિદ્ધ કરેલ પ્રગતિના સોપાન તથા પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. આL કાર્યક્રમમાં પધારેલ મહેમાન કુલપતિશ્રી, સાંકળચંદ પટેલ યુનિર્વસિટી, વિસનગર ડૉ. ડી.જે. શાહ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને કોલેજકાળ દરમ્યાન શિક્ષણ અને ટેક્નોલૉજીનો સમન્વય દ્વારા જીવનનું યોગ્ય ઘડતર કરવા આહવાન કર્યું હતું. તેમજ પ્રિન્સિપાલ ડૉ. જગદીશભાઇ ચૌધરી દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને ઇતિહાસની ઘટનાઓમાંથી બોધ મેળવી વિદ્યાર્થીઓએ પોતાના જીવનનું યોગ્ય ઘડતર કરવું જોઈએ એવો સંદેશ આપ્યો હતો.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી સાહેબ દ્વારા સંકુલમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની ઝાંખી આપી હતી તેમજ સંસ્થાના વિકાસકાર્યોની માહિતી આપી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. મહેમાનશ્રીઓના સન્માન સમારોહ બાદ આદર્શ આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતિ અલ્પાબેન એ.ચૌધરી દ્વારા કોલેજની વાર્ષિક શૈક્ષણિક સિદ્ધિઓ નું વાંચન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવ કાર્યક્ર્મમાં ભાગ લઈ વિદ્યાર્થીઓએ વર્તમાન સમય, માનવ સમાજ, શિક્ષણ વગેરે જેવા થીમ આધારિત નૃત્યો, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા, ડાન્સ, તલવારબાજી તથા પિરામિડ જેવી વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, મોટી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળવા પધારેલ વાલીગણ તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મંત્રમુગ્ધ થયેલ મહેમાનશ્રીઓએ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ, કોલેજના સ્ટાફ મિત્રોએ તથા વાલીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિઓને ઇનામોની ગંગા વહેવડાવીને પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પ્રિન્સિપાલ શ્રી કાર્તિકભાઇ એન. કડિયા (આદર્શ સાયન્સ કોલેજ) એ કરી હતી.. આમ કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!