NARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારીમાં ખાનગી એજન્સી દ્વારા બહારના લોકોની ભરતી કરતા વિવાદ !?

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારીમાં ખાનગી એજન્સી દ્વારા બહારના લોકોની ભરતી કરતા વિવાદ !?

 

એજન્સી દ્વારા બહારથી લોકો ની ભરતી કરી સ્થાનિક આદિવાસીની બાદબાકી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

નર્મદા જિલ્લાના એકતાનગર પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થયા પછી ત્યાં અનેક પ્રોજેક્ટ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક સ્થાનિકોને રોજગાર મળી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર અને સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ જંગલ સફારીમાં બહારના લોકોને નોકરીમાં ભરતી કરવા બાબતે સ્થાનિક કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો તેઓએ એજન્સી ની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને નિયામકને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે રજુઆત કરી હતી

 

તેઓએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટની પાસે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક નિર્માણ પામ્યું ત્યારથી અત્યાર સુધી ગુજરાત વનવિભાગના હસ્તક સંચાલન થતું હતું પરંતુ હવે એ પ્રાઇવેટ કંપની,એજન્સી,એનજીઓ(GZRRC) હસ્તક કરવામાં આવવાનું હોય, જેમના દ્વારા અમુક સ્ટાફ અત્યારે ડાયરેક્ટ બહારથી નિમણૂક કરેલ છે જેનો સ્થાનિક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે

 

વધુમાં જણાવ્યું હતું કે અહીંયાના સ્થાનિક લોકોએ પોતાની અમૂલ્ય જમીનનું બલિદાન આપીને ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના વિકાસમાં સર્વોચ્ચ બલિદાન આપેલ છે. તેમજ આ વિસ્તાર અનુસૂચિ -૫માં આવતો હોય જેથી બંધારણ ની કલમ 244(1)(2) મુજબ સ્થાનિક નોકરીઓમાં પૂરેપૂરું અનામત સ્થાનિક પ્રજા (Sedual Tribe)માટે આપેલ છે. અમારી માંગણી છે કે જેટલો પણ સ્ટાફ બહારથી નિમણૂક કરવામાં આવેલ છે એમને તાત્કાલિક છૂટા કરીને બંધારણમાં આપેલ જોગવાઈ તેમજ નિયમો પ્રમાણે નવેસરથી ભરતી કરવામાં આવે અને એનો લાભ સ્થાનિકોને આપવામાં આવે વધુમાં GZRRC દ્વારા નિમણૂક કરવામાં આવેલ સ્ટાફ દ્વારા સ્થાનિક સ્ટાફને જાણી જોઈને ફરજ બાબતે હેરાનગતિ કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરાયો છે અને જેમ તેમ વ્યવહાર કરવામાં આવે છે જે બાબત ખૂબ જ ગંભીર છે.જો માંગણી સ્વીકારવામાં નહિ આવે અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે સૌ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

default

હાલમાં જે એજન્સી BSA Co. Ltd દ્વારા કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો જોઈનિંગ લેટર આપવામાં આવેલ નથી ઉપરાંત એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવે છે એ કર્મચારીઓ સાથે જે પ્રમાણે ની સહમતી લીધેલ એ પ્રમાણે આપવામાં આવતો નથી. બેઝિક પગાર 21,500/-, પી.એફ 3000/- તેમજ અન્ય ટેક્ષ એમ ટોટલ CTC 25,000/- લેખે આપવા માટે જણાવેલ, પરંતુ અમને એ મુજબ પગાર ચૂકવણી થયેલ નથી અને જે તે જવાબદાર અધિકારી (વનવિભાગ – KISS) તેમજ એજન્સી દ્વારા અમારા સાથે છેતરપિંડી થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારે કોન્ટ્રાક્ટ પૂરો થતાં સમગ્ર સંચાલન સરદાર સરોવર નિગમ અથવા કેવડીયા જંગલ સફારી સોસાયટી (KISS -વનવિભાગ) દ્વારા કરવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી છે

 

પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ૧૭ જાન્યુઆરી સુધીમાં કોઈ પણ સમય તારીખ અચોક્કસ સમય મર્યાદા પૂર્વક તમામ સ્ટાફ હડતાળ પર ઉતારવાની પણ ચીમકી ઉચ્ચારી છે હાલ નવા વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આકર્ષણોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારતા અધિકારીઓ દોડતા થયા છે

 

બોક્ષ

સ્થાનિક ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જંગલ સફારીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી તેઓની રજુઆત સાંભળી ઝડપથી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!