JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં “ડ્રોન ટેક્નોલોજી : પાકસંરક્ષણમાં ભવિષ્યની સંભાવનાઓ” વિષય ઉપર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં “ડ્રોન ટેક્નોલોજી : પાકસંરક્ષણમાં ભવિષ્યની સંભાવનાઓ” વિષય ઉપર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગ દ્વારા વર્લ્ડ બેંક, આઈ.સી.એ.આર., ન્યુ દિલ્હીનાં સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઇડીપી) અંતર્ગત કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અને સંશોધન નિયામક તથા પ્રોજેક્ટ પી.આઈ., ડો. એચ. એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ કૃષિ સ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે “ડ્રોન ટેક્નોલોજી: પાકસંરક્ષણમાં ભવિષ્યની સંભાવનાઓ” વિષય ઉપર તા: ૦૬ થી ૦૭ માર્ચ, ૨૦૨૩નાં રોજ બે દિવસીય તાલીમ યોજાઈ હતી.
આ કાર્યક્રમના સફળ બનાવવા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. પી.એમ. ચૌહાણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડ્રોન વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સહ સંશોધન નિયામક તથા પ્રોજેક્ટ કો-પી.આઈ. ડો. પી. મોહનોતે પાક સંરક્ષણ વખતે ભવિષ્યમાં ડ્રોનના સંભાવિત ઉપયોગ વિષે જાણકારી આપી હતી. આ પ્રસંગે આચાર્ય અને ડીન કૃષિ મહાવિદ્યાલય તથા પ્રોજેક્ટના કો-પી.આઈ. ડો. એસ.જી.સાવલિયા તેમજ વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડૉ. એસ. એમ. સોલંકી વગેરે ઉદ્ધાટન પ્રસંગે હાજર રહ્યા હતા. આ તાલીમમાં બાયર ક્રોપ સાયન્સ અને જનરલ એરોનોટિક્સ કંપનીના વૈજ્ઞાનિકો-અધિકારીઓ ઉપસ્થિત રહી તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ના રોજ તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ તારીખ ૦૭/૦૩/૨૦૨૩ નાં રોજ તલ, ચણા અને રીંગણ પાક ઉપર છંટકાવનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ.
આ તાલીમમાં ડ્રોનની ઉપયોગીતા, તેને વાપરવાની સમજ અને એસઓપી, તેના દ્વારા પ્રેક્ટિકલી રોગજીવાતનાં નિયંત્રણ માટે જંતુનાશક તેમજ અન્ય રસાયણોનો ડ્રોન દ્વારા છંટકાવ વગેરેનું પરિક્ષણ તાલીમમાં આવરી લેવામાં આવ્યું હતું. આ તાલીમમાં કીટકશાસ્ત્ર વિભાગના અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ તાલીમને સફળ બનાવવામાં કિટકશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક અને વડા, ડો એમ. એફ. આચાર્ય, મદદનીશ પ્રાધ્યાપક, ડો. કે. ડી. શાહ અને અન્ય સ્ટાફ તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!