GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીની ઝીપોલી બેકરીના કર્મચારીઓની મતદાન અંગેની સહી ઝુંબેશ

તા.૩૦/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બેકરી પ્રોડક્ટ્સ પેકીંગ પર લાગ્યા મતદાન તારીખના સ્ટીકર્સ

Rajkot, Dhoraji: ગુજરાતમાં લોકસભા મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ વેગવંતી બની છે. બિનસરકારી ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ અનુસંધાને ધોરાજીની ઝીપોલી બેકરીના કર્મચારીઓ દ્વારા મતદાનનું મહત્વ સમજી સહી ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સાથે કંપની દ્વારા ઉત્પાદિત વાસ્તુના પેકીંગ પર મતદાન જાગૃતિના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા હતાં. જે ખરીદદારને પણ મતદાનની તારીખ સાથે તેમની ફરજ યાદ અપાવશે.

રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપના નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાષાબેન ગઢવીના દિશાનિદર્શનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમોને વેગ મળી રહ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!