LUNAWADAMAHISAGAR

લુણાવાડા શહેરની 58 વર્ષીય માનસિક બિમાર વૃધ્ધા એક મહિનાથી ઘરમાં પુરાયેલી હતી તો મહિસાગર 181 ટીમે બાર કાઢવામાં મદદ કરી 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા શહેરની 58 વર્ષીય માનસિક બિમાર વૃધ્ધા એક મહિનાથી ઘરમાં પુરાયેલી હતી તો મહિસાગર 181 ટીમે બાર કાઢવામાં મદદ કરી

થર્ડ પાર્ટી એ 181 મહીલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે 58 વર્ષીય બેન માનસિક રીતે અસ્થિર મગજના છે અને તેઓ એક મહિનાથી ઘરમાં પુરાઇને રહે છે કોઈ દરવાજો ખોલવા કહે તો પણ દરવાજો ખોલતા નથી તો તમારી મદદ ની જરૂર છે આવો ફોન મહિસાગર 181 ટીમને મળ્યો હતો મહિસાગર 181 ટીમ ઘટના સ્થળે પહોંચી થર્ડ પાર્ટી સાથે વાતચીત કરી તથા મહિલાના સગા સંબંધીઓ પણ આવ્યાં હતા તેમની સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે આ બેન એક મહિના થી વિધવા થયા છે અને તેઓ બે વર્ષ થી માનસિક બિમાર છે એક મહિનાથી ઘરમાં દરવાજો બંધ રાખી ઘરમાં પુરાઈ ને જ રહે છે અને અમે દરવાજો ખોલવા આવીએ તો અંદર થી ખરાબ ગાળો બોલે છે અને સામે મારવા માટે આવી જાય છે એટલે અમને ડર લાગે છે તેમ જણાવતા હતા બાદમાં 181 ટીમે દરવાજો ખોલાવ્યો અને બેન સાથે શાંતિથી વાતચીત કરી આશ્વાસન આપ્યું તથા બેનના સગા સંબંધીઓ ને સારવાર માટે હોસ્પિટલ વિશે માહિતી આપી તથા NGO ની માહિતી આપી હતી આથી બેનના સગા સંબંધીઓ એ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!