HALOLPANCHMAHAL

હાલોલ વડોદરા હાઇવે રોડ પર રેતી ભરેલી હાઇવા ટ્રકમાં લાગી ભીષણ આગ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૯.૧૨.૨૦૨૩

હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર હાલોલ તરફ આવતી રેતી ભરેલી ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળતા એક સમયે આ રોડ ઉપર વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો.જોકે ટ્રકમાં આગ લાગતા ની સાથે ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી જતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગેની જાણ હાલોલ ફાયર ફાયટર ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લેતા લોકોને હાસકારો થયો હતો.આજે હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર હાલોલ તરફ રેતી ભરેલી ટ્રક આવતી હતી. દરમિયાન અચાનક ટ્રકમાં આગના ધુમાડા નીકળતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રોડ વચ્ચે ટ્રક સળગી ઉઠતા એક તરફનો રોડ પરનો વાહન વ્યવહાર અટકી ગયો હતો બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા.રાહદારીઓ દ્વારા હાલોલ ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા તેઓ વીજળીક ગતિએ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી જોકે આ સમય દરમિયાન આગે તેનું કામ તમામ કરી દેતા આખી ટ્રક આગમા બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ટ્રકમાં આ લાગેલી આગમાં ટ્રક ચાલકનો અદભુત બચાવ થયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!