GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નવા જાંબુડીયા ગામના રસ્તેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબી નવા જાંબુડીયા ગામના રસ્તેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન દારૂના હેરાફેરીના દૂષણ પર વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમે નવા જાંબુડીયા ગામ નજીકથી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

 

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મોરબીના નવા જાંબુડીયા ગામ જવાના રસ્તે આવેલ ‘કુળદેવી સર્વિસ સ્ટેશન’ બાજુમાં બાવળની કાંટમાં એક શખ્સ પ્લાસ્ટિકના બાચકા (કોથળા) સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે તુરંત જ તેની અટકાયત કરી બાચકાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવોટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૫ (કિંમત રૂ. ૩,૭૮૫/-) મળી આવી હતી.

ઝડપાયેલ આરોપીની વિગત:: સાગરભાઈ મનુભાઈ ચાવડા હાલ રહેઠાણ: જાંબુડીયા (મોરબી) મૂળ રહેઠાણ: પીપરડી, તા. જસદણ પોલીસે રૂ. ૩,૭૮૫નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સાગરભાઈ ચાવડા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!