GUJARATJETPURRAJKOT

રસરંગ લોકમેળા’’ સંદર્ભે કરાયેલી વૈકલ્પિક વાહન વ્યવસ્થા

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા. ૦૫ થી તા. ૦૯ સપ્ટેમ્બર સુધી રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર તથા ગામડાઓમાંથી લોકમેળો માણવા માટે મોટા પ્રમાણમાં જનતા આવતી હોય છે અને વાહનોનું પ્રમાણ ખુબ જ વધુ રહેતું હોય છે. જેથી, જનતા લોકમેળામાં સરળ રીતે હરીફરી શકે, સુચારૂ અને સલામત વાહન વ્યવહાર ચાલુ રહે અને અકસ્માતના બનાવો ન બને, તે માટે વાહન વ્યવસ્થા અર્થે શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

વાહન પ્રવેશબંધી

રાજકોટમાં રેસકોર્ષ રીંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જુનો એન.સી.સી. ચોક, અંડર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિગ જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી તેમજ આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ તેમજ ચાણકય બીલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ કરવામાં આવી છે. વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોલેજ અંડરબ્રીજથી કિશાનપરા ચોક સુધી પ્રાઈવેટ લકઝરી બસો જાહેરનામાનો અમલ પૂર્ણ થયા બાદ કિશાનપરા ચોક તરફ આવી શકશે નહીં પરંતુ ટાગોર રોડથી જઈ શકશે.

 

ખુલ્લા રહેનાર રસ્તાઓ

ચાણકય બીલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડથી એરપોર્ટ / ગાંધીગ્રામ તરફ જઇ શકાશે તથા ચાણકય બીલ્ડીંગ ચોકથી ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક તરફ જઇ શકાશે. પોલીસ હેડ કવાર્ટર સર્કલથી રૂડા બીલ્ડીંગ તરફ જઇ શકાશે. આમ્રપાલી અંડર બ્રીજથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઇ શકાશે. લોકમેળા દરમિયાન ભારે વાહન માટે રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશ બંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તા. ૦૫ના રોજ સવારે ૦૯ કલાકથી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે પાસધારક વાહનચાલકો ૧૦ કી.મી.ની ઝડપથી વધુ ઝડપે વાહનો ચલાવી શકશે નહીં.

 

વાહન પાર્કિંગ સ્થળો

કાર, મોટરસાયકલ અને સાયકલ બહુમાળી ચોકમાં બહુમાળી ભવન સામે નહેરુ ઉદ્યાન, નવી કલેકટર કચેરી સામે તથા આયક વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સ ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. બસ, કાર, મોટરસાયકલ અને સાયકલ એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્વે પાટા સામે પાર્ક કરી શકાશે. મોટરસાયકલ અને સાયકલ બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્ક કરી શકાશે. કિશાનપરા ચોક, એ.જી.ઓફિસની દિવાલ પાસે ઓટો રીક્ષા પાર્ક કરી શકાશે. ટુ વ્હીલર કિશાનપરા ચોકમાં સાયકલ શેરીંગવાળી જગ્યા, આયકર ભવન પાછળ યુસુફભાઈના પ્લોટ, કિશાનપરા ચોકમાં જુની કેન્સર હોસ્પીટલના ગ્રાઉન્ડ અને કેપીટલ હોટલ પાછળ ગ્રાઉન્ડ, એસ.બી.આઇ. બેંક સામે શારદાબાગ પાસેના ગ્રાઉન્ડ, ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગરરચના અધિકારીશ્રી કચેરીના ગ્રાઉન્ડ તથા સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડીંગના ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ અને એરપોર્ટ ફાટક પાસે શ્રેયાંસ સોસાયટી પાસે ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. ફોર વ્હીલર ધર્મેન્દ્રસિંહ કોલેજ ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. તેમજ સરકારી વાહન બહુમાળી ભવન સામે હોમગાર્ડ ઓફીસર કોલોનીમાં પાર્ક કરી શકાશે.

આ જાહેરનામું તા. ૦૫ થી તા. ૦૯ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. લોકમેળાની ફરજ ઉપર રહેલા તમામ પ્રકારના વાહનોને તથા ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનો આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!