KAPRADAVALSAD

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૨ ફેબ્રુઆરી

કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ – શ્રેષ્ઠ ભારત કે પંચ પ્રક્લ્પ યોજનાની ફીટ ઈન્ડીયા (રમતગમત તેમજ ખેલ કૂદને ઉત્તેજન) અતંર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પી. ટી. આઈ. એસ. એન. ટંડેલે પધારેલ ખેલાડી ભાઈઓ અને ગ્રામજનોને શાળા/કોલેજોમાં શૈક્ષણિક ઉપરાંતની ઈતર પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. વાલી તરીકે રમતગમતની પ્રવૃત્તિમાં  ભાગ લેવા અને પ્રોત્સાહન આપવા પણ તેમણે અપીલ કરી હતી. તંદુરસ્ત, સ્વથ્ય અને નિરોગી રહેવા માટે યોગ્ય જીવનશૈલી અને સમતોલ આહાર વિશે પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ અતંર્ગત વોલીબોલ સ્પર્ધામાં કપરાડા ગામની ટીમ વિજેતા રહી અને સરકારી વિનયન કોલેજ, કપરાડાની ટીમ ઉપવિજેતા રહી હતી. કોલેજના પ્રા. એમ. પી. પટેલના હસ્તે બન્ને ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. ડી. એન દેવરીના માર્ગદર્શન હેઠળ ફીટ ઈન્ડીયાના કન્વીનર એસ. એન. ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!