JUNAGADHJUNAGADH CITY / TALUKO

૩૮મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૪ યોજાઈ

ગિરનાર સર કરવા ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૩૮ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ ૪ કેટેગરીમાં ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૮.૨૭ મીનીટના સમય સાથે સુરેન્દ્રનગર ના જાડા રીંકલબેને મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ ૧કલાક અને ૧૪ સેકંડ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.જયારે જુનીયર બહેનોમાં ૩૯.૨૫ મીનીટના સમય સાથે જૂનાગઢની વિધાર્થીની ગરેજા જશુબેન એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં ગીરસોમનાથના ભાલીયા સંજયભાઈએ ૧ કલાક ૫ મીનીટ અને ૧૪ સેકંડ ના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે કટેશીયા નીતાબેને એ ૩૯.૫૮ મીનીટ સાથે,ત્રીજા ક્રમે વાળા પારૂલબેને ૪૦.૩૪ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ ૧કલાક અને ૫૭ સેકંડ સાથે, ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમારે ૧ કલાક ૧ મીનીટ અને ૨૭ સેકંડ સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે કમારીયા જયશ્રી ૪૨.૦૧ મીનીટ સાથે , ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા ૪૩.૫૪, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર ૧ કલાક ૯ મીનીટ અને ૨ સેકંડ સાથે, ત્રીજા ક્રમે ગોહીલ દિગવીજયસીંહ એ ૧ કલાક ૯ મીનીટ અને ૪૪ સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.
પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, ડેપ્યુટી કમિશનર ઝાંપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતાં અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો ૯-૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.
વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ,સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, ડેપ્યુટી કલેક્ટર એન. એફ.ચૌધરી,ડેપ્યુટી કમીશનર ઝાંપડા સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અધ્યક્ષીય સંબોધન કરતા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમારે જણાવ્યું હતું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન છે. આજનો યુવાન દેશનું ભાવી છે. ત્યારે યુવાન જો મજબૂત હશે તો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે. તેમણે વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે, આજે ગિરનારને સર કરવા ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે. આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. અને ચાલુ વર્ષથી વિજેતાઓને આપવામાં આવતી ઈનામની રાશીમાં ધરખમ વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હમેશા આહવાન કરતાં હોય છે યુવાનો મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે.
આ તકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે,ગિરનારની આ કઠિન સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને,ભાગ લેનાર સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.તેમજ સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ તેમના ઉદબોધનમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા એ કર્યુ હતું. આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેષ ડાંગરે કરી હતી.કાર્યક્રમના આરંભે મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ.
સ્પર્ધા દરમિયાન તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!