NARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા શિક્ષકોની ઘટ પુરી કરવા આવેદન અપાયું.

ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા શિક્ષકોની ઘટ પુરી કરવા આવેદન અપાયું.

 

તાહિર મેમણ : દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં તથા જર્જરીત શાળાઓના નવા મકાનો બનાવવા બાબત ને લઈને ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને આજ રોજ પ્રાંત ઓફીસ પર આવેદન આપવામાં આવ્યુ ચેતર ભાઈ એ જણાવ્યુ કે આઝાદીના ૭૫ વર્ષ વિતી ગયા અને સરકાર જયારે “આઝાદી કા અમૃત મહોત્સવ” મનાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતાશિક્ષકો અને જર્જરિત શાળાઓના ખુબજ ગંભીર પ્રશ્નો છે. તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલનાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩ માં અહીંથી જ “ બેટી બચાવો બેટી પઢાઓ” ના અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ની ચાલુ ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા પણ “ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ” અભિયાન હાલમાં ચાલે છે. આ બાબત ને લઇ અમારા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા ડો.કુબેર ડિંડોર માન.મંત્રી શ્રી આદિજાતિ વિકાસ વિભાગ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ડો.વિનોદ રાવ, સચિવ , પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ને રૂબરૂ મળી પત્ર દ્વારા રજૂઆત કરેલ હતી પરંતુ એમના પત્રવ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે ખુબજ ગંભીર બાબત છે.

ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવા છતા, દેડીયાપાડા અને સાગબારામાં ૨૭ જેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષક થી તમામ ધોરણના બાળકોના શિક્ષણ કાર્ય ની સાથે-સાથે બીજી ઈતર પ્રવૃતિઓ પણ કરવાની હોય છે. શિક્ષકો ની ના લીધે વિદ્યાર્થીઓ ના શિક્ષણ પર માઠી અસરો પડતી હોય છે. જો વિદ્યાસહાયક ની ભરતીમાં મહેકમ મુજબ ભરતી કરવામાં આવે અને અગાઉ વિદ્યા સહાયક ઉમેદવારો ને જિલ્લા પસંદગી ની નિમણુંક આપવામાં આવે તો શિક્ષકો ની ઘટ ની પૂર્તતા થઇ શકે છે. તથા હાલ ૫૪ જેટલી શાળાઓ જર્જરિત ડાલતમાં છે. ૩ જેટલી શાળાઓ પાળી પતિ થી ચાલે છે. જેથી અહીં અભ્યાસ કરતા બાળકો ને ભય નાં ઓથારે અભ્યાસ કરવો પડે છે. જેથી પૂરતા શિક્ષકો ની ભરતી અને જર્જરિત શાળાઓ દુર કરી નવી શાળાઓ બનાવવા ની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!