GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના બેઢીયા પે સેન્ટરના સી.આર.સી નરેન્દ્રસિંહ નું છાતીમાં ગભરામણ મોત થતા શૈક્ષણિક આલમમાં દુઃખની લાગણી વ્યાપી

 

તારીખ ૦૮/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના બેઢીયા પે સેન્ટર શાળામાં સીઆરસી કોઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ હડમતસિંહ સોલંકી ઉ વ ૪૦ મુળ રે હરદાસપુર જીલ્લો મહીસાગર હાલ રે. કૃષ્ણ કુંજ સોસાયટી કોલેજ પાછળ કાલોલ નાઓને શનિવારે પોતાના ઘરે છાતીમાં ગભરામણ અને દુખાવો થતાં તેઓને કાલોલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ દ્વારા તેઓને મરણ પામેલા જાહેર કર્યા હતા જે અંગેની જાણ કાલોલ પોલીસ મથકે જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવતા પોલીસે બીએનએસએસ કલમ ૧૯૪ મુજબ એડી નોધ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!