CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડી: વણકરવાસમાં ‘ભક્ત પ્રહલાદના તારણહાર’ ભગવાન નરસિંહ જયંતીની ભવ્ય ઉજવણી.

મુકેશ પરમાર નસવાડી

નસવાડી નગરના વણકરવાસ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન નરસિંહ જયંતી નિમિત્તે ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર વિસ્તાર “નરસિંહ ભગવાનની જય” ના નાદથી ગુંજી ઉઠ્યો હતો ઉજવણીના ભાગરૂપે વણકરવાસમાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન નરસિંહની પ્રતિમાનું વિધિવત પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ,સરપંચ મેહુલ ભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા જયારે ઉપસ્થિત મહેમાનોનું વડીલો દ્રારા પુષ્પ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સાંજના સમયે મહાપ્રસાદ (ભંડારા) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણકરવાસ તેમજ આજુબાજુ ગામોના વિસ્તારના વણકર સમાજના લોકોએ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.સાથે સાંજે ભજન મંડળીઓ દ્વારા ભગવાન વિષ્ણુના અવતારો અને ભક્ત પ્રહલાદની ગાથા વર્ણવતા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!