CHOTILASURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઇ

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી આ તકે મામલતદાર ચોટીલા, ચીફ ઓફિસર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવ ની હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી નાયબ કલેકટરએ જણાવેલ છે કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે તથા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા તથા કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઇવે પર પડેલ ખાડા (small pot hole) ધ્યાને આવતા તાત્કાલિk નેશનલ હાઈવે ના DE ની ટીમ બોલાવી rectify કરવાની કામગરી ચાલુ કરાવી તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને નાયબ કલેક્ટરએ તમામ સંબંધિત વિભાગોને 24×7 સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!