દાહોદ શહેરની પાંચ શાળામાં જુનિયર રેડક્રોસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વ્હાલા પરીક્ષાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ
તા.૨૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરની પાંચ શાળામાં જુનિયર રેડક્રોસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વ્હાલા પરીક્ષાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની યુવાપાખ જુનિયર અને યુથ રેડ ક્રોસ દ્વારા ધોરણ:૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓનો તારીખ. ૨૭.૦૨.૨૦૨૫ ના રોજ ધોરણ:૧૦ ના પાંચ સેન્ટર અને ધોરણ:૧૨ ના ૫ સેન્ટર પર સંસ્થાના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ની અધ્યક્ષતામાં અને જુનિયર/ યુથ રેડક્રોસ જિલ્લા કન્વીનર અને સંસ્થાના ખજાનચી કમલેશભાઈ લીંબાચીયા ના માર્ગદર્શનમાં શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બોર્ડના પરીક્ષાર્થીઓ મુક્તમને, નિર્ભયતાથી સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તેવા શુભ આશયથી ગુલાબનું પુષ્પ અને મિસરી દ્વારા મોઢું મીઠું કરાવી સફળતાઓના શિખરો સર કરે તેવી મંગલ અભિલાષા રેડક્રોસ પરિવાર દ્વારા પાઠવવામાં આવી .આ શુભેચ્છા કાર્યક્રમમાં સ્થાનિક શાળાના આચાર્યઓ , શિક્ષક મિત્રો, જુનિયર રેડક્રોસના વિદ્યાર્થીઓ, સંસ્થાના મંત્રી જવાહરભાઈ શાહ, બ્લડ બેન્ક કન્વીનર એન કે પરમાર કારોબારી સભ્ય મુકુંદભાઈ કાબરાવાળા ,અમીરભાઈ કાપડિયા સંસ્થાના ડો કરિશ્મા લોખંડે તેમજ આજીવન સભ્ય નરેશભાઈ ચાવડા અનિલભાઈ અગ્રવાલ, ભાગ્યેશભાઈ કાબરા,શબ્બીરભાઈ ઘડિયાલી ,શિલ્પાબેન રાણાપુર વાળા સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો