થરામા પ્રજાપતિ સમાજ દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (વ્હીપ)

થરામા પ્રજાપતિ સમાજ દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (વ્હીપ) અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ને સત્તા આપતો અધિકાર પત્ર આપતાં જણાવ્યું હતું કે બ.કાં. જિલ્લાની થરા નગર પાલિકા માટે ભાજપના નિશાન પર ચૂંટાયેલા સભ્યો પૈકી રસિકભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ને ચૂંટી કાઢવા (નિયુક્ત કરવા) અંગેનો મેન્ડેટ (વ્હીપ) આપતા તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સત્તા સંભાળી છે. ત્યારે નવનિયુક્ત કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિને શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,કાંતિભાઈ પ્રજાપતિ,થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજના ભાઈઓ હાજર રહી ફુલહાર પહેરાવી ફેંટો બાંધી શાલ ઓઢાડી મ્હોં મીઠુ કરી શુભેચ્છાઓ આપી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





