ENTERTAINMENT
એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ કર્યા લગ્ન
ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા છે. 26 નવેમ્બર, 2024ના રોજ મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પોતાના લગ્નની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે.
ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ ‘વાત વાતમાં’ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ અને ‘લગન સ્પેશ્યલ’માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.