નારી શક્તિ વંદનનો ખાસ ખરડો સંસદમા પસાર થશે તે માટે દિલ્હી જવા રવાના થતા સુધી ભાજપ સમર્થન મજબુત કરવા સંસદસભ્ય રહ્યા વ્યસ્ત

જામનગર–દેવભૂમિ દ્વારકામા સાંસદ પૂનમબેન માડમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા છવાયા-અદકેરા સ્વાગત-સંસદના ખાસ સત્રમાં જતા સુધી પૂનમબેનએ આગેવાનો હોદેદારો સાથે ભાજપ પ્રચારની સફળ મીટીંગો કરી
સ્થાનીક સ્વરાજ્ય ચુંટણીના પર્વમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર અભિયાન તેજ
જામનગર (ભરત જી.ભોગાયતા )
જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા છવાય ગયા છે અને અદકેરા સ્વાગત થયા છે



જામનગર ખંભાળીયા બારાડી વગેરે પંથકમાં સભાઓ જનસંપર્કો દ્વારા સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી સુધરાઇ પંચાયત વગેરે માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સાથે લોકપ્રીય સંસદસભ્ય પૂનમબેન માડમએ સભાઓ પ્રવાસ વગેરે યોજ્યા હતા જેના સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યા છે
સંયુક્ત ઉપસ્થિતિમાં યોજાયેલી સભાઓએ કાર્યકર્તાઓમાં નવચેતનાનો સંચાર કર્યો છે. શહેરોથી લઇને ગામડાઓ સુધી પ્રચારનો વ્યાપ વધતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
સાંસદ પૂનમબેન માડમે પોતાના ઉર્જાસભર સંબોધનમાં હરીફોને ખુલ્લો પડકાર આપતા ભાજપના વિકાસમૂલક એજન્ડાને મજબૂતીથી રજૂ કર્યો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિસ્તારોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, સુવિધાઓના વિસ્તરણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓને તેમણે અસરકારક રીતે લોકો સમક્ષ મૂક્યા. તેમની વાણીમાં વિકાસનો વિશ્વાસ અને ભવિષ્યની દિશા બંને સ્પષ્ટ ઝલક્યા.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કાર્યકર્તાઓને સંગઠનશક્તિ મજબૂત રાખવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા આહ્વાન કર્યું. વિવિધ સ્થળોએ મળતા ઉમળકાભેર આવકારથી તેઓ અભિભૂત થયા હોવાનું જણાવ્યું, જે ભાજપ પ્રત્યેના વિશ્વાસ અને લોકસમર્થનનું પ્રતિબિંબ હોવાનું તેમણે ઉમેર્યું.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી સભાઓમાં નગરજનો અને ગ્રામજનોની નોંધપાત્ર હાજરીએ રાજકીય માહોલને વધુ પ્રબળ બનાવ્યો છે. સંગઠનની સુવ્યવસ્થિત કામગીરી અને નેતૃત્વની દિશા સાથે ભાજપ માટે બંને જીલ્લાઓમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.







