DASADAGUJARATSURENDRANAGAR
પાટડી તાલુકામાં ભારે વરસાદથી ભરાયેલા પાણીના ખાડા ખાબોચિયામાં બળેલા ઓઇલ દડાની મદદથી પોરાનાશક કામગીરી કરાઈ
વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી

તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પાટડી તાલુકાના આદરીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ સુપરવાઈઝર અને તલાટીના સંકલન થકી આદરીયાણા ગામે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર દ્વારા આદરીયાણા -૧, આદરીયાણા -૨ ખાતે ભારે વરસાદથી ભરાયેલા પાણીના ખાડા ખાબોચિયામાં બળેલા ઓઇલ દડાની મદદથી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.




