AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

વાત્સલ્યનો વરસાદ – શાળા પ્રવેશ એ શિક્ષણ જીવનનો પ્રવેશોત્સવ

રિવાબા એ સાબરકાંઠા જીલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ ઘટાડવા કરી સફળ જહેમત

જામનગર (ભરત ભોગાયતા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવા સમર્પણ સંકલ્પને વરેલી સરકારના સી.એમ.સહિતના મંત્રીઓ ગુજરાતભરમાં બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કરવાનો યગ્ન કરી રહ્યા છે ત્યારે જામનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી આ યજ્ઞમાં વિશેષ આયમોથી કાર્યરત છે આ અંગેના અહેવાલો જામનગર જિલ્લા માહિતી કચેરીથી નાયબ માહિતી નિયામક સોનલબેન જોષીપુરાના માર્ગદર્શનમાં સિનિયર સબ એડિટર વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા માધ્યમોને પ્રસિધ્ધ કરવા નિયમિત મોકલાઇ રહ્યા છે તેમના અમુક અહેવાલ જોઈએ તો…….તારણ નીકળે છે કે રિવાબા ભૂલકાંઓને વાત્સલ્યના વરસાદ સાથે શાળાએ જવા પ્રોત્સાહિત કરે છે

 

*સાબરકાંઠાના પોશીના તાલુકામાં શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ ઉજવાયો*

*શિક્ષણમંત્રીએ શાળા છોડી ગયેલી બે દીકરીઓના ઘરે રૂબરૂ મુલાકાત લઈ પુનઃ પ્રવેશ કરાવ્યો*

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વોપરી પ્રાથમિકતા આપીને “ન્યૂ ટુ સ્કૂલ, બેક ટુ સ્કૂલ અને કન્ટિન્યુ સ્કૂલ”ના અભિગમ સાથે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની દેમતિમેરા પ્રાથમિક શાળા અને ગણવા સરકારી માધ્યમિક શાળામાં ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર યોજાયો હતો. મંત્રીશ્રીએ નાનાં ભૂલકાંઓને તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં વિધિવત્ પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. વર્ષ ૨૦૦૩ પહેલાં દીકરીઓના શિક્ષણ અને શાળા પ્રવેશ અંગે અનેક પડકારો હતા, પરંતુ સરકારના સતત પ્રયાસોના પરિણામે આજે કન્યા શિક્ષણમાં મોટો અને ગુણાત્મક સુધારો જોવા મળી રહ્યો છે.” તેમણે ઉમેર્યું કે, ‘એક દીકરી બે કુળ તારે’ એ કહેવત સાર્થક કરવા દીકરીઓને શિક્ષિત કરવી અનિવાર્ય છે, કારણ કે શિક્ષણથી મોટું કોઈ દાન નથી.

મંત્રીશ્રીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજનો યુગ સ્પર્ધાત્મક છે ત્યારે બાળકોને પાઠ્યપુસ્તકની સાથે જીવનમૂલ્યો અને સંસ્કારોનું શિક્ષણ આપવું જરૂરી છે. ટ્રાયબલ (આદિવાસી) વિસ્તારોમાં મોડેલ સ્કૂલ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ લઈ વાલીઓએ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થવું જોઈએ. આ તકે તેમણે ગણવા ખાતે ધોરણ ૧૧-૧૨ (ઉચ્ચતર માધ્યમિક) મંજૂર કરવાની જાહેરાત કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

*મંત્રીશ્રીનો સંવેદનશીલ અભિગમ અને શિક્ષણ માટે આમંત્રણ*

શિક્ષણમંત્રીશ્રીએ આંગણવાડીના બાળકોને ખોળામાં બેસાડી માતૃવાત્સલ્ય દર્શાવ્યું હતું અને દીકરીઓ સાથે મિત્રભાવે સંવાદ કર્યો હતો. ગ્રામજનો સાથે ચર્ચા કરતા તેમણે હૃદયપૂર્વક જણાવ્યું કે, બાળકોના શિક્ષણને લગતી કોઈપણ સમસ્યા માટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે.

*ધોમધખતા તાપમાં ડ્રોપ-આઉટ દીકરીઓના ઘરે રૂબરૂ મુલાકાત*

પોશીનાના ડુંગરાળ વિસ્તારમાં બપોરના ૨:૦૦ વાગ્યે કડક તાપમાં શિક્ષણમંત્રીશ્રીએ કન્યા શિક્ષણ પ્રત્યે સંવેદનશીલતા દાખવી હતી. શાળા છોડી દીધેલ (Drop-out) બે દીકરીઓના ઘરે તેઓ રૂબરૂ પહોંચ્યા હતા. વાલીઓનું કાઉન્સેલિંગ કરી દીકરીઓનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો, તેમજ શિક્ષકોને આ દીકરીઓ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના આપી હતી.

 

@ *શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ*

*શાળા છોડી ગયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લઈ ફરી શિક્ષણ તરફ વાળ્યા*

મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે યોજાયેલ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી.

શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, શિક્ષણ મંત્રીશ્રીએ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા રાજ્ય સરકારના નિર્ધારને ચરિતાર્થ કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર પોતે જ મોરચો સંભાળ્યો હતો. અને શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા.

*વાલીઓ પાસેથી મેળવ્યું વચન*
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમના વાલીઓ સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. બાળકોએ કયા સંજોગોમાં શાળા છોડી દીધી તેની વિગતો મેળવીને તેમણે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીશ્રીની લાગણીસભર સમજાવટ બાદ, તેમણે વાલીઓ પાસેથી બાળકોને નિયમિત શાળાએ મોકલવાનું વચન મેળવ્યું હતું અને બંને વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડીને તેમનો શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.

શિક્ષણ મંત્રીની આ વ્યક્તિગત મુલાકાત અને સંવેદનશીલ પહેલ સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની હતી. આ ઘટનાએ એ સાબિત કર્યું કે સરકાર માત્ર આંકડા સુધારવામાં નહીં, પરંતુ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં રસ ધરાવે છે.
000000

રિગાર્ડ્સ

ભરત જી.ભોગાયતા

પત્રકાર

B.Sc.,LL.b.(+special),DNY (guj aayu uni ), journalism (hindi)

8758659878

Bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!