GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા

ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ પ્રતાપભાઇ સોસા અને એડવોકેટ જે.પી. જાની વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી હતી.

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા

ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ પ્રતાપભાઇ સોસા અને એડવોકેટ જે.પી. જાની વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી હતી.

મતદાન બાદ યોજાયેલી મતગણતરીમાં એડવોકેટ પ્રતાપભાઇ સોસા ત્રણ મતની સરસાઈથી વિજેતા બન્યા હતા અને પ્રમુખ પદે ચૂંટાયા હતા. તેમની જીત બદલ ગીર ગઢડા બાર એસોસિયેશનના સભ્યો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી એડવોકેટ રવિ આર. સોલંકીની દેખરેખ હેઠળ પારદર્શક અને નિયમબદ્ધ રીતે યોજાઈ હતી.

Back to top button
error: Content is protected !!