GIR GADHADAGIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લા ની ૧૫મી ઓગસ્ટ- જિલ્લા કક્ષાની ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગીરગઢડા માં કરવામાં આવેલ 

મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર સોમનાથ જિલ્લા ની ૧૫મી ઓગસ્ટ- જિલ્લા કક્ષાની ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગીરગઢડા માં કરવામાં આવેલ

મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

ગીર સોમનાથ જિલ્લાના ૭૯ સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઑગસ્ટ ની ઉજવણી ગીર ગઢડામાં ઉજવણીમાં કરવામાં આવી

જેમાં મુખ્ય મહાનુભાવો માન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, ગીર સોમનાથ કલેક્ટરશ્રી ઉપાધ્યાય સાહેબ,ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર શ્રીમતિ મંજુલાબેન મૂછાલ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત ગીર સોમનાથ,ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્ન વાજા કોડીનાર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોધરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભગવતીબેન સાખટ, નિયામકશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગીર ગઢડા, મામલતદારશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં માન મંત્રીશ્રી દ્વારા ગીર ગઢડા તાલુકામાં પાણી સંગ્રહના કામો મંજૂર કરવામાં આવેલ અને વધુ ને વધુ પાણી સંગ્રહ વરસાદી પાણી રોકવાના કામો કરવામાં આવશે અન્ય વિકાસ કામો આગામી દિવસો માં થશે વિવિધ અને વધુ માં સ્વાતંત્ર સેનાના શ્રી પ્રતાપ લાલ પાઠકનું સન્માન કરવામાં આવ્યું.તેમજ ગીર ગઢડા તાલુકાની શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગીર ગઢડાના લોકો મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો

૧૫મી ઓગસ્ટ- જિલ્લા કક્ષાની ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગીરગઢડા તાલુકામાં રાખેલ હતી. આ કાર્યક્રમમાં સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગીરગઢડા તથા સી.એચ.સી. તાલાળા દ્વારા એન.સી.ડી. વિભાગ અને એચ.આઈ.વી. વિભાગના યુનિટ રાખવામાં આવેલ હતા. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવા અને માર્ગદર્શન મળી રહે તે માટે સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા ઈમરજન્‍સી સેવાઓ આપવામાં આવેલ હતી

સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગીરગઢડા અને સી.એચ.સી. તાલાળા દ્વારા એન.સી.ડી. વિભાગ અને એચ.આઈ.વી. વિભાગ દ્વારા ઈમરજન્‍સી સેવાઓ આપવામાં આવેલ છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!