MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહીબીશનના કેસમાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપાયો 

MORBI:મોરબી પ્રોહીબીશનના કેસમાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપાયો

 

 

મોરબી સીટ એ ડિવિઝન પોલીસ ટીમે પ્રોહીબીશનના વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા બે ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પૂર્વ બાતમીને આધારે ઝડપી લઇ હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_0

મોરબી સીટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હોય ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ મથક પીઆઈ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન એ ડિવિઝન પો.હેડકોન્સ એ.પી.જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી હુસેન સીદીકભાઈ ખોડ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૧૧વાળો હાલ મોરબીની ઘાંચીશેરીમા હોવાની હકિકત આધારે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!