GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ.બાબા સાહેબ આંબેડકરજી ની 134 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ.બાબા સાહેબ આંબેડકરજી ની 134 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ.બાબા સાહેબ આંબેડકરજી ની 134 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

જેમાં ડી.જે ના નાદ સાથે સમસ્ત ધોકડવા ગામમાં ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલી દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્રા. ગીર ગઢડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કીડેચા.ધોકડવા ગામના સરપંચ કાંતિભાઈ મળવી .અને ગામના આગેવાનો એ બાબા સાહેબ આંબેડકરજી ને ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું
અને હોટેલ શ્યામ તરફથી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઠંડા પીણા ની વ્યવસ્થા કરવામાં આવી હતી
અને રાત્રે ગીર સોમનાથ વહીવટી તંત્ર તેમજ રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યાલય કચેરી ગીર સોમનાથ દ્વારા પણ રાત્રિ દરમિયાન કાર્યક્રમ નું આયોજન કરેલું હતું
જેમાં યુવા પ્રાંત વિકાસ અધિકારી ગીર સોમનાથ અશ્વિન ભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો એ વક્તવ્ય અને નુત્ય રજૂ કર્યા હતા

Back to top button
error: Content is protected !!