ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ

અરવલ્લી જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં બાગાયત અધિકારી જે.આર.દેસાઇ, એ.વી. ગઢવી, એચ.બી.પટેલ અને ખેતીવાડી ખાતાના ગ્રામસેવક તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું. તાલીમમાં બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયત પાકોની ખેતી તેમજ ફળપાકના વાવેતર માટે બાગાયત ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ “ ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કેમ્પેઇનની માહિતી આપવામાં આવી. બંને તાલુકાઓમાં અંદાજીત ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

 

Back to top button
error: Content is protected !!