ખેરાલુ તાલુકાના અરઠી ગામે આપણો તાલુકો બાગાયત તાલુકા અંતર્ગત ૧૦૫ ખેડૂતોએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આપણો તાલુકો બાગાયત તાલુકા અંતર્ગત ખેરાલુ તાલુકાના અરઠી ગામે ગોવિંદભાઈ ચૌધરીનાં પ્રાકૃતિક મોડલ ફાર્મ પર ખેડૂત શિબિર વ તાલીમનું એક દિવસીય કાર્યક્રમ ગોઠવેલ જેમાં આજુ બાજુના ગામડાઓ નાં કુલ ૧૦૫ ખેડૂતોએ ભાગ લીધો અને તેમના ૧૦ વીઘા જમીનમાં જામફળી , આમળાં અને લીંબુ પાકની પ્રાકૃતિક આયામો થી બાગાયતી ખેતી કરે છે તેની પણ મુલાકાત લીધી અને ખેડૂતોને સમજણ આપી વધુમાં બાગાયત નિયામક નાં દિશાનિર્દેશન હેઠળ “GROW MORE FRUIT CROPE” અભિયાનનાં ખેરાલુ તાલુકાનાં અરઠી ગામેથી શ્રી ગણેશ કર્યા અને ખેડૂતો વધુ ફળપાકો વાવતા થાય તે બાબતે બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરી બાગાયતી ફળાપાકો કરતા થાય તે અન્વયે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા .પી.એસ સાંબલે જગુદન કોલેજ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી