
તા.૨૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝરીબુઝર્ગ ગામે પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પનું સફળ આયોજન
ગટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરી બુઝર્ગ ગામે પોર્ટેબલ એક્સ-રે યુનિટ દ્વારા વિશેષ ટીબી તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, માનનીય જિલ્લા ક્ષય અધિકારી તથા માનનીય તાલુકા આરોગ્ય અધિકરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત ગામના ટીબીના જોખમ ધરાવતા કુલ 190 શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન જેમના એક્સ-રેમાં અસામાન્યતા જોવા મળી હતી તેવા લાભાર્થીઓની આગળની NAAT તપાસ કરવામાં આવશે અને જરૂરી જણાય ત્યાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. તેમજ એક્સ-રે નોર્મલ આવનાર લાભાર્થીઓનું પણ CY-TB ટેસ્ટ કરી ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે.ટીબીના દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પોર્ટેબલ એક્સ-રે જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે, જેના પરિણામે ટીબી મુક્ત ભારત અભિયાન ની કામગીરીને વધુ વેગ મળ્યો છે.આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરીબુઝર્ગ મેડિકલ ઓફિસરના 



