AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આઈ.ટી.આઈ. સંસ્થાઓમાં તા. ૩૦ જૂન સુધી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન થઈ શકશે

પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો આહવા, વઘઇ અને સુબિર આઈ. ટી. આઈ.માં ફ્રી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો આહવા, વઘઇ અને સુબિર આઈ. ટી. આઈ.માં ફ્રી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે

ગુજરાત રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ. માં પ્રવેશસત્ર ઓગષ્ટ- ૨૦૨૪ માટે વિવિધ કોર્સમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

જે પૈકી ડાંગ  જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૪માં વિવિધ કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૩૦ જૂન સુધી થઈ શકશે. તાલીમાર્થીઓ સફળતાપૂર્વક આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કરી સર્ટીફીકેટ મેળવી સરકારી નોકરી અને ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે છે અથવા તો પોતાનો ધંધો સ્થાપી અન્યને રોજગાર પણ પૂરો પાડી શકે છે.

આ ઉપરાંત આઈ.ટી.આઈ.ના સર્ટીફીકેટના આધારે વિદેશમાં પણ સારી નોકરીની તકો રહેલી છે.

અહિં તાલીમાર્થીઓ પર ભણતરનો ભાર ન વધે તેવા હેતુથી આવક મર્યાદાને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા માસિક સ્ટાઇપેન્ડ પણ ચુકવાય છે. સમાજ કલ્યાણ કચેરી દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થીઓ પ્લેસમેન્ટ તથા એપ્રેન્ટિસ યોજનાનો પણ લાભ લઇ શકે છે.

પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો આહવા, વઘઇ અને સુબિર આઈ. ટી. આઈ.ની રૂબરૂ મુલાકાત લઈ ફ્રી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી રૂ.૫૦/- ચુકવવાની રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો જાતે પણ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર જઈ પ્રવેશ ફોર્મ ભરી શકશે. વિવિધ કોર્સમાં ઉમેદવારો ઓનલાઈન મેરીટના આધારે પ્રવેશ મેળવી શકશે.

આહવા, વઘઇ અને સુબિર આઈ.ટી.આઈ. ખાતે ધોરણ ૮, ૯, ૧૦/૧૨ પાસ નાપાસ વિદ્યાર્થીઓ ફિટર, ઇલેક્ટ્રીશ્યન, વાયરમેન, મિકેનિક ડીઝલ, સોલાર ટેકનીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઈન્ટેનન્સ, ટુ-વ્હીલર ઓટો રીપેરર, આર્મેચર મોટર રીવાઈન્ડીંગ, સ્યુઇન્ગ ટેકનોલોજી (સિવણ), વેલ્ડર, ઇલેકટ્રોનિકસ મિકેનિક જેવા વ્યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવી રોજગારી મેળવી શકશે. તેમ, ડાંગ જિલ્લા આઈ.ટી.આઈ આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!