થરામા પાટણ-બનાસકાંઠા સમસ્ત ભરવાડ સમાજ વઢિયાર પ્રદેશ દ્વારા શ્રી શિવપુરીબાપુ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો..
પરમ પૂજ્યધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ ની પાવન નિશ્રામાં

થરામા પાટણ-બનાસકાંઠા સમસ્ત ભરવાડ સમાજ વઢિયાર પ્રદેશ દ્વારા શ્રી શિવપુરીબાપુ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરના પટાંગણમા શ્રી પાટણ-બનાસકાંઠા સમસ્ત ભરવાડ સમાજ વઢીયાર પ્રદેશ દ્વારા આયોજિત શ્રી શિવપુરીબાપુ શૈક્ષણિક સન્માન સમારોહ-૨૦૨૬ નું આયોજન ૩૦ મી ઓગસ્ટ ૨૦૨૬ ને રવિવાર ના રોજ પરમ પૂજ્યધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ ની પાવન નિશ્રામાં સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ, સંત શ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ (કોઠારી બાપુ) ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનો તથા દાતાઓને શાબ્દિક શબ્દો દ્વારા આવકારી શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ ૮૬ વિધાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા જેમાં ગોલ્ડ મેડલ ૧ તોલુ સોનુ અને સિલ્વર મેડલ ૫૦ ગ્રામ ચાંદી ના દાતા ટુવડના પૂર્વ સરપંચ મુકેશભાઈ ભરવાડ,સ્કુલ બેગ ના દાતા ગૌતમભાઈ બાંભા હારીજ વકીલ,રાધાકૃષ્ણ ની સિલ્વર ફોટા ફ્રેમના દાતા કનુભાઈ ભરવાડ રાધનપુર, ચોપડાના દાતા લીલાબેન જામાભાઈ ભરવાડ-વારાહી, શાલના દાતા શીવાભાઈ તથા મેજર્સ ભરવાડ ધ્રાંગીયા પાલડી,સિલ્ડના દાતા સક્તાભાઈ ભરવાડ રાધનપુર સહીત અનેક દાતાઓએ રોકડ અનુદાન કર્યું હતું. ભોજન પ્રસાદ સુદ્રોસણ ના સરપંચ વરૂભાઈ માંગુડા તરફથી આપવામાં આવ્યો હતો.આ પાવન અવસરે અનેક જાહેરાત કરાઈ જેમાં રાધનપુર કન્યા છાત્રાલયના નિર્માણ માટે ભૂમિ દાતામા ભરવાડ ગફુરભાઈ ગાંડાભાઈ રાધનપુર ૭૫ લાખ,ભરવાડ રમેશભાઈ સગરામભાઈ દેવ ૭૫ લાખ તથા અન્ય દાતા ભરવાડ વાલાભાઈ સાદપુરા તરફથી ૫૧ લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરવામાં આવેલ.આગામી શૈક્ષણિક સન્માન સમારોહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કન્યાને ૫૦૦ ગ્રામ ચાંદીથી શંકરભાઈ સુરાભાઈ ટુવડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. પૂજ્ય ભરતપુરીબાપુ અને આચાર્ય હેંગાભાઈ ભરવાડ- કમાલપુર દ્વારા સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ શ્રી ગ્વાલિનાથ ઝાઝાવડા એજ્યુકેશન ટીમ વઢિયાર પ્રદેશ (ઉ. ગુ.)ભરવાડ સમાજ દ્વારા ખૂબજ મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન જકશીભાઈ ભરવાડ (ભદ્રાડા) આચાર્ય વિનય વિદ્યાલય રાધનપુર દ્વારા કરવામાં આવ્યું જયારે આભાર વિધિ હરિભાઈ ભરવાડ આચાર્ય બાસ્પા વાળાએ કરેલ સમગ્ર કાર્યક્રમના અંતે સરસ્વતી માતાજીની શિક્ષણની ધજા વાળીનાથ મહાદેવના મંદિરમાં પૂજ્ય બાપુના હસ્તે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530



