BANASKANTHAGUJARATKANKREJ

 થરા-પે કેન્દ્ર શાળા પીએમશ્રી- ગુજરાત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,આ શાળાના પૂર્વ આચાર્ય શિક્ષણવિદ બળદેવભાઈ જોષી,ઉત્સાહી આચાર્ય રમેશભાઈ ત્રિવેદી,

થરા-પે કેન્દ્ર શાળા પીએમશ્રી- ગુજરાત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પે કેન્દ્ર શાળા પીએમશ્રી- ગુજરાત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,આ શાળાના પૂર્વ આચાર્ય શિક્ષણવિદ બળદેવભાઈ જોષી,ઉત્સાહી આચાર્ય રમેશભાઈ ત્રિવેદી, બ.કાં.જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,પૂર્વ પ્રમુખ તેજાજી ઘાંઘોસ,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર, કોર્પો.અમરતભાઈ દેસાઈ, ભુપતભાઈ ગોહિલ,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ યુથ પ્રમુખ રમેશજી ઠાકોર, વકીલ મુકેશભાઈ બુકોલિયા, પ્રવીણભાઈ જગાણી, રેહાનાબેન મોરવાડિયા, શ્રવણજી ઠાકોર,રઘુભાઈ પુરોહિત સહીત વાલીગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતમા ૨૫મી જૂન ૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ પ્રવેશોત્સવ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.દીપ પ્રાગટ બાદ આચાર્ય રમેશભાઈ ત્રિવેદીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.વિધાર્થીઓએ સુંદર પ્રાર્થના તથા યોગિક ક્રિયાઓ રજૂ કરી હતી.મહેમાનોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક દ્વારા શાળા પરિવારે સ્વાગત કર્યું.આંગણવાડી તથા બાલવાટિકા અને ધો.-૧ માં નવીન પ્રવેશ મેળવેલ બાળકોનું શાળા પ્રવેશ કરાવવામાં આવ્યું. CET પરીક્ષા ધો.-૫ જ્ઞાન સાધના પરીક્ષા ધો.-૮ માં મેરીટ માં આવેલ બાળકો તથા બાલવાટિકા થી ધો.-૮ માં ગત વર્ષે શ્રેષ્ઠ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.મહેમાનોના પ્રાસંગિક પ્રવચન બાદ બાલવાટિકા વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનુ સફળ સંચાલન દિલીપભાઈ ઠાકોર સ્ટેજ સંચાલન રાજીવભાઈ ગોર અને આભાર વિધિ કાળુભાઈ ચૌધરીએ કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530

Back to top button
error: Content is protected !!