તા.૨૮.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૫ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની કરાઈ ઉજવણી
માસિક દરમિયાન સ્વચ્છતા વિશે શિક્ષણ મેળવીએ અને સક્ષમ બનીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત માર્ગદર્શન હેઠળ તમામ પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કિશોરીઓને માસિક આવવુ તે કિશોરાવસ્થાનો એક કુદરતી ફેરફાર છે. દર મહિને અંત:સ્રાવોની અસરને કારણે સ્રીના ગર્ભાશયમાંથી લોહીની દીવાલો ખરી પડવાની ઘટનાને માસિક આવ્યુ એમ કહેવાય છે. સામાન્ય રીતે માસિક ચક્ર ૨૧ થી ૨૫ દિવસનું હોય છે. માસિક આવ્યા પહેલાના ૧૪મા દિવસે સ્ત્રીબીજ છુટુ પડે છે માસિક ચક્રના ૧૪ થી ૨૧ દિવસ દરમિયાન ગર્ભધારણ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. આ દિવસો દરમિયાન જો પુરુષબીજ અને સ્રીબીજનું મિલન ન થાય તો માસિક આવે છે. માસિક વખતે નીકળતા લોહીને શોષવા માટે કપડાના પેડ બજારમાં મળતા કે સરકારી સેનેટરી પેડ, ફલાલીન કાપડ (ટાઈમપીસ) કે મેંસ્ટુઅલ કપ વાપરી શકાય છે. માસિક દરમિયાન વપરાતા કપડાને સાબુ-પાણીથી ધોવા, તડકે સુકવવા અને દિવસમા ૨ થી ૩ વાર કપડા બદલવા અને બદલતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા. તેમને કોથળીમા પેક કરી સ્વચ્છ જગ્યાએ સાચવવા માસિકમા વાપરવાની સુરક્ષિત સામગ્રીની ઉપલબ્ધતા, માસિક વિશેની સાચી વૈજ્ઞાનક જાણકારી વપરાયેલા સામગ્રીનો સુરક્ષિત નિકાલ કરવો જરૂરી છે માસિક દરમિયાન પેઢુમાં, કમરમા, પગમા ! દુ:ખાવો થવો સામાન્ય છે પરંતુ જો ખૂબ જ દુ:ખાવો થાય કે જેથી કામ ન થઈ શકે અને શાળાએ રજા પાડવી પડે તો ડૉકટરની સલાહ લઈ દુ:ખાવાની ગોળી લઈ શકાય. આ સિવાય થોડી વાર આરામ કરવો. ચા અથવા લીંબુ પાણી પીવુ અને ગરમ કપડા વડે શેક કરવો જેવા ઘરગથ્થુ ઉપાય કરી શકાય છે. અનિયમિત માસિક, ખૂબ વધારે માસિક કે યોનિમાર્ગમાંથી પીળો, વાસ મારતો સ્રાવ અને સાથે ખંજવાળ હોય તો ડૉક્ટરને બતાવવું અને સારવાર લેવી , માસિક દરમિયાન દરરોજ નહાવું અને ગુપ્તાંગોની સફાઈ કરવી. માસિકમાં વપરાયેલા પેડ કે કપડાના નિકાલ માટે તેમને બાળી દેવા અથવા તો કાગળમાં વીંટીને કચરાટોપલીમાં ફેંકવા. માસિક સંબંધી કોઈપણ સમસ્યા હોય તો સેવા રૂરલ દ્વારા ચાલતી કિશોર-કિશોરીઓ માટેની મિત્ર-હેલ્પલાઈન પર ફોન કરી વિના મૂલ્યે માર્ગદર્શન મેળવી શકાશે.૧૮૦૦ ૨૩૩ ૨૬૪૦ (સમય સવારે ૮ થી રાત્રે ૮ સુધી, રવિવારે અને રજાના દિવસોમાં હેલ્પલાઈન બંધ રહેશે માસિકને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન, RTI/STI વિશે ચર્ચા કરવામાં આવી હતી કિશોરીઓને IFA ટેબલેટ પીવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના MPHW, FHW,CHO આંગણવાડી કાર્યકર, આશાવર્કર તેમજ પિયર એજ્યુકેટર જોડાયા હતા