તા. ૧૮. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya :સિકલસેલ એનિમિયા નાબૂદી કાર્યકમ અંતર્ગત જન જાગૃતિ રેલી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદયકુમાર તિલાવત,એપેડેમિક મેડિકલ ઓફિસર ડો નયન જોષી જિલ્લો દાહોદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો કલ્પેશ બારીઆ દેવગઢ બારીઆ ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી દેવગઢ બારિયામાંથી જન જાગૃતિ રેલી કાઢી બારીયાના વિસ્તારો માં ફેરવવામાં આવી.
આ રેલીનું પ્રસ્થાન તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યકમમાં તાલુકા કક્ષાના સિકલસેલ કાઉન્સિલ અને તમામ પ્રોગ્રામના આરોગ્ય સ્ટાફ,THS, તમામ પ્રા.આ.કેન્દ્ર ના MPHS અને MPHW રેલીમાં જોડાયા અને સિકલસેલ વિશે સૂત્રોચાર દ્વારા સિકલ સેલ વિશે જન જાગૃતિ કરવામાં આવી