AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અન્વયે નવસારી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત,  સ્કુલ, કોલેજ, PHC/CHC, પોલીસ સ્ટેશન, જેલ, એપી એમ સી./ સહકારી મંડળી, આંગળ વાડી, નેશનલ પાર્ક, ઔદ્યોગિક એકમો અને ઔતિહાસિક સ્થળો મળી અંદાજિત ૩૨૧૭થી વધુ જગ્યાઓએ નવસારી જિલ્લામાં યોગ દિનની ભવ્ય ઉજવણી કરાશે.*

આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ‘મહિલા સશકતિકરણ’ થીમના આધારે ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણીના સુચારૂ આયોજન માટે નવસારી ઇંચા.જિલ્લા કલેકટરશ્રી  પુષ્પલતાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારી કર્મચારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે આગામી તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમો યોજાશે.
આગામી તા.૨૧ જૂન, ૨૦૨૪ના રોજ નવસારી જિલ્લાના લૂંસીકૂઈ મેદાન, નવસારી/રામજી મંદિર હૉલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ / ઘાંચી પંચની વાડી, નગરપાલિકા સામે, દુધિયા તળાવ ખાતે યોગ દિન ઉજવાશે. ગણદેવી નગરપાલિકાના જ્યુબીલી ગાર્ડન વેંગણીયા નદી કિનારે. ગણદેવી/ કોળી સમાજની વાડી, ગણદેવી ખાતે યોગ દિન ઉજવાશે. તથા બીલીમોરા નગરપાલિકામાં ડો.બાબા સાહેબ આબેડકર સાંસ્કૃતિક ભવન, ટાટા હાઈસ્કૂલની પાછળ, બીલીમોરા / રામીબેન આમલીયન હોલ, સોમનાથ સંકુલ, સોમનાથ રોડ બીલીમોરા ખાતે નગરપાલિકા કક્ષાના યોગ દિનની ઉજવણી કરાશે.
આ સાથે તાલુકા, ગ્રામ પંચાયત,  સ્કુલ/ કોલેજ/ આઈટી.આઈ., પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( PHC/CHC), સબ સેન્ટર/ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પોલીસ સ્ટેશન, નવસારી જેલ, આશ્રમ શાળા, એપી એમ સી./ સહકારી મંડળી, આંગળ વાડી કેન્દ્રો, વાંસદા નેશનલ પાર્ક, ઔદ્યોગિક એકમો અને જિલ્લા તાલુકાના ઔતિહાસિક સ્થળો મળી નવસારી જિલ્લાની અંદાજિત કુલ-૩૨૧૭ જગ્યાઓએ યોગ દિનની ભવ્ય ઉજવણી કરાશે.બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button