GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર વસઈ નજીક ગોઝારીયા ડાભલા હાઇવે રોડ ઉપર તાંબા પિતળનો ભંગાર નો વેપારીના લૂંટના બનાવના ગણતરીના કલાકો માં લૂંટારુ ને એલસીબી પોલીસે ઝડપી લીધા

વસઇ નજીક હાઇવે ઉપર ₹10 લાખની લૂંટ કરી નાસી છૂટ્યાના બનાવ ને પગલે એલસીબી પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતુ

વિજાપુર વસઈ નજીક ગોઝારીયા ડાભલા હાઇવે રોડ ઉપર તાંબા પિતળનો ભંગાર નો વેપારીના લૂંટના બનાવના ગણતરીના કલાકો માં લૂંટારુ ને એલસીબી પોલીસે ઝડપી લીધા
વસઇ નજીક હાઇવે ઉપર ₹10 લાખની લૂંટ કરી નાસી છૂટ્યાના બનાવ ને પગલે એલસીબી પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઇ ગામ નજીક ગોઝારીયા ડાભલા હાઇવે રોડ ઉપર બુધવારે સાંજના આઇસર માં તાંબા પિત્તળ નો માલ નો વેપારી લૂંટાયો હતો જે અંગેની વસઇ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. જોકે એલસીબી પોલીસ ને લૂંટ ના બનાવની જાણ થતાં ની સાથે સક્રિય બની હતી.લૂંટ ના બનાવને પગલે પોલીસ અધિક્ષક એ તાત્કાલીક લૂંટ બનાવ ને અંજામ આપનાર ને શોધી સફળ કામગીરી ની એલસીબી પોલીસ ને સૂચના આપતા નાયબ પોલીસ અધિક્ષક ડી એમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એસ એસ નિનામા ની સૂચના મુજબ વસઇ પોલીસ મથક ના પીએસઆઇ એમ આઈ ચાવડા તેમજ એલસીબી પીએસઆઇ એમપી ચૌધરી તેમજ પીએસઆઇ એમડી ડાભી સહીત પોલીસ ટીમ બનાવી લૂંટારુ ઓની શોધખોળ શરૂ કરી હતી તે સમય દરમ્યાન પોલીસને બાતમી મળી હતીકે એક મોટર સાયકલ ઉપર ત્રણ જણા કાળી પ્લાસ્ટિક ની થેલી માં પાંચસો ના બંડલો છે જે પૈસા કોઈ ચોરી કે લૂંટ કરેલ જણાઈ આવે છે જે બાઇક ઉપર સવાલા મહેસાણા તરફ ના રોડ ઉપર પસાર થઇ મહેસાણા તરફ આવી રહ્યા છે જે બાતમી ની હકીકત મેળવવા માટે ખરાઈ કરવા બે પંચો ને બોલાવી દેલા પાટીયા પાસે ગોઠવાયેલ પોલીસ ટીમે શંકાસ્પદ બાઇક ઉપર પસાર થતા ત્રણ ઈસમો ને રોકી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ત્રણે જણા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.તેઓની પાસેથી બાઇક તેમજ રૂપિયા 10 લાખ જપ્ત કરી ત્રણે ની અટકાયત કરી તેમજ હેલ્મેટ મોબાઈલ સહિત કુલ 10 લાખ 71 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી જીજ્ઞેશ ઉર્ફે ભલો બારોટ તેમજ ચંદ્રકાન્ત ઉર્ફે પિન્ટુ બારોટ તેમજ મુકેશજી ઠાકોર ત્રણે ને ઝડપી લઈ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button