GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે એસટી બસ રોકી ડ્રાઇવર ઉપર માથાભારે તત્વો દ્વારા જીવલેણ હુમલો કરાયો

એસટી બસ રોકી ડ્રાઇવર ઉપર માથાભારે તત્વો દ્વારા જીવલેણ હુમલો કરાતા સંતરામપુર એસટી સ્ટાફમાં ભારે રોષ ફેલાયો

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે એસ.ટી. બસ રોકી બસ ડ્રાઇવર ઉપર માથાભારે તત્વો દ્વારા જીવલેણ હુમલો…..

 

તારીખ.૧૬/૦૬/૨૪

અમીન કોઠારી :- મહીસાગર

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે એસટી.બસ ડ્રાયવર ને મારમારીને માથા નાં ભાગે ગંભીર ઈજા કરતાં એસટી સ્ટાફ માં ભારે રોષ….

 

ચાર ઈસમો સામે ગુનો નોંધાયો….

વડોદરા થી ફતેપુરા વાયા સંતરામપુર ઊખરેલી બસ લઈ ને જતાં બસ ડ્રાયવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી નીકળેલ , ત્યારે સંતરામપુર બસ સ્ટેશન થી આરોપી પપ્પુ પારસીગ ડીડોર બસમાં બેઠેલા અને ઉખરેલી આવતાં પપ્પુએ ઉખરેલી બે નંબર નાં બસ સ્ટોપ પર બસ ઉભી રાખવા જણાવતાં જેથી ફરીયાદી ડાયવરે કહેલ કે ઉખરેલી બે નંબરના બસ સ્ટેન્ડ પર અમારી બસનું સટોપેજ નથી. જેથી બસ ઊભી નહીં રહે,જેથી આરોપી પપ્પુ પારસીગ ડીડોર નવાધરા બસ સ્ટોપ પર ઉતરી ગયેલ.
ને બસ ડ્રાયવર બસ લઈ ને ફતેપુરા બસ ડેપોમાં ગયેલ. અને ત્યાર બાદ ફતેપુરા થી બસ નું બોર્ડ બદલી ને લોકલ બસ સંતરામપુર વાયા
ઉખરેલી થઈને આવવાં નિકળેલ, તયારે રસતા માં બસને ઉખરેલી બે નંબર પીક અપ સ્ટેન્ડ નજીક આરોપીઓ(૧) પપ્પુ પારસીગ ડીડોર ,(૨) પપ્પુ લક્ષ્મણ ડીડોર (૩) પારસીગ કાળુ ડીડોર અને (૪) લક્ષ્મણ જીવા ડીડોર નાં ઓએ બસ ને ઉભી રખાવી ને આરોપીઓ પારસીગ કાળુ અને લક્ષ્મણ જીવા નાં ઓએ કન્ડક્ટર સાઇડના દરવાજા થી બસ માં ધુસી જ ઈને ફરીયાદી ડ્રાયવર એ સરકારી કમૅચારી છે, વર્દી માં છે તેમ જાણતાં હોવાં છતાં આરોપીઓ ડાયવરને કહેવા લાગેલ કે તારાં બાપની બસ છે. કેમ અહીં ઉભી રાખતો નથી. તેમ કહીને બિભત્સ ગાળો બોલતાં હોઈ બસનાં ડાયવરે આરોપીઓ ને ગાળો નહીં બોલવા કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલાં ને ફરીયાદી બસ ડ્રાયવર જોઙે મારામારી ને ઝપાઝપી કરીને ફરીયાદી ડ્રાયવર ને ગડદાપાટુ નો મારમારીને ઈજા પહોંચાડી હતી.તે સમયે આરોપી પપ્પુ લક્ષ્મણ ડીડોર ડ્રાયવર સાઈડ નો દરવાજે આવી ને ડ્રાયવર નો હાથ ખેંચવા લાગ્યો હતો ,જેથી ડાયવરે તેની સાઈડનો દરવાજો અંદરથી બંધ કરી દીધેલો, તે દરમ્યાન ડ્રાયવર નું માથું તેની કેબીનના દરવાજા બહાર આવી જતાં આરોપી પપ્પુ પારસીગ ડીડોરે તેનાં હાથ માનો ડંડો
ડ્રાયવર નાં માથાના ભાગે જોર થી મારી દેતાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.આ બનાવની જાણ બસ ડાયવરે તેનાં એસટી સત્તાધીશો ને મોબાઈલ ફોન થી જાણ કરેલ ને ઈજાગ્રસ્ત બસ ડાયવરને 108 માં સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જયા ગંભીર ઈજાગ્રસ્ત બસ
મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી ડાયવરને જરુરી પ્રાથમિક સારવાર આપી ને માથાનાં ભાગે થયેલ ઈજા માં જરૂરી ટાંકા લઈને વધુ સારવાર માટે ડાયવરને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે,
ઈજાગ્રસ્ત ડાયવરે મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી એ પ્રાથમિક સારવાર લીધા બાદ સંતરામપુર પોલીસ મથકે થી સિવિલ ડ્રેસ માં એક વ્યક્તિ આવીને મુસ્તાકનું સરકારી દવાખાનામાં બયાન લેતા હતા અને તે બયાન તે મોબાઇલમાં ટાઈપ કરીને લખા હતા અને થોડા સમય બાદ ડ્રાઇવર મુસ્તાદે અરજ પરના ડોક્ટરને પરવાનગી લીધા વગર ચલો અમારી પોલીસ વાનમાં બેસી જાવ અને તમારી ફરિયાદ આપી દો માત્ર ખાલી અઢી કલાક લાગશે તેમ કહીને ડ્રાઇવર ઉસ્તાદને પોલીસ સ્ટેશન સંતરામપુર ખાતે લઈ ગયા હતા. ત્યાં જઈને બનેલ બનાવની ફરીયાદ આપેલ, પરંતુ આ ગંભીર ધટના માં પોલીસ દ્વારા ત્વરીત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરાતા ધટના ની જાણ થતાં એસટી વિભાગીય નિયામકશ્રી ડિંડોરના ને થતાં તેઓ તેમજ સંતરામપુર એસટી ડેપો મેનેજર સંગાડા અને ફરજ પરના પેટીઆઈ ટીના બાપુ એસટી નાં અધિકારી ઓ સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા ,

આ બનાવમાં સંતરામપુર પોલીસે ત્રણ કલાક પછી ફરીયાદ લઈને કાયૅવાહી કરેલનું જોવાં જાણવા મળેલ મળતી છે.

સરકારી એસટી ડાયવર ઉપર પ્રીપલાન થી ષડયંત્ર રચીને તેની ઉપર આરોપીઓ એ જીવલેણ હુમલો કરી ને ગંભીર રીતે મારમારીને શરીર નાં ભાગે તથાં માથા નાં ભાગે ડંડો મારી ને ગંભીર ઈજા પહોંચાડી ગુનો કરતાં તેનાં ધેરા પ્રત્યાઘાતો એસટી સ્ટાફ માં પડેલાં જોયાં મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી એસટી ડાયવર ઊપર આરોપીઓ એ ષડયંત્ર રચીને ગેરકાયદેસર રીતે મંડળી બનાવી ને અંગત અદાવત રાખીને ચાલુ ફરજ દરમિયાન ડાયવર ઉપર જીવલેણ હિચકારો હુમલો કરેલા ના બનાવમાં હુમલાખોર આરોપીઓ ને પકડવા માટે ની તુરતજ કોઈ કાયૅવાહી સંતરામપુર પોલીસ દ્વારા નહીં કરાતાં ને બનાવ બને વીસ કલાક વિત્યા છતાં પણ આ હુમલાખોર આરોપીઓ ને પકડવા માં સંતરામપુર પોલીસ નિષ્ફળ ગયેલનું જોવા મળે છે જેનુ શું કારણ હોઈ શકે??? તેવી લોક ચર્ચાઓ એસ.ટી કામદારોમાં જોર સોરથી ચર્ચા થઈ રહી છે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે સરકારી ખાખી વર્દીમાં ફરજ બજાવનાર એસટી ડાયવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી ઊપર નાં હુમલા ની ઘટના માં પોલીસ ની કામગીરી શંકાસ્પદ હોવાનું જોવા જાણવા મળે છે.

એસટી ડ્રાઇવર મુસ્તાક ઉપર બસ ઉભી રાખીને કરવામાં આવેલો જીવલેણ હુમલો જેનાથી તેનો સમગ્ર પરિવાર હચમચી ગયો છે અને તેઓ અંદર અંદર ચર્ચા કરી રહ્યા છે કે પોલીસ તરફથી અમને ન્યાય મળે એવી કોઈપણ પ્રકારની કામગીરી થી અમને રાહત મળેલ નથી તેમની આવી કામગીરીએ મારા દીકરાને ત્રણ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં વાગેલી હાલતમાં બેસાડી રાખ્યો જે કેટલા અંશે વ્યાજબી ગણાય ??? તેવી વેદના એસ. ટી. ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજીના પરિવારે વ્યક્ત કરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button