ARAVALLIGUJARATMODASA

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને ભાવવધારો ન મળતા MLA ધવલસિંહ ઝાલા એ કરી રજુઆત       

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને ભાવવધારો ન મળતા MLA ધવલસિંહ ઝાલા એ કરી રજુઆત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને દર વર્ષ ની જેમ જે ભાવ વધારો મળે છે તે હજુ આ વર્ષ એ સભાસદો ને મળ્યો નથી ચાલુ વર્ષે આપવાના થતા બોનસમાં મહદઅંશે સુધારો કરી જેમ બને તેમ દૂધ ઉત્પાદક સભાસદોને આર્થિક વધારાનો લાભ થાય અને દૂધ ઉત્પાદનમાં ઉત્સાહ રાખે તેવા હેતુ સાથે સભાસદોને બોનસનું વિતરણ જેમ બને તેમ વહેલી તકે કરવામાં આવે જેથી સભાસદો પૈકી જે સભાસદો ખેડૂત ખાતેદારો છે તેઓને ખેતી ઉપયોગમાં બિયારણ, દવાઓ, ખાતર વગેરેની મદદ થઈ શકે. સભાસદોને બોનસ(ભાવ વધારો) જલ્દીથી ચૂકવવામાં આવે તે માટે બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા પત્ર લખી ચેરમેન/જનરલ મેનેજર/M.D, હિંમતનગર સાબર ડેરી ને મેલ કરી જાણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે જે દર વર્ષ એ ભાવ વધારા મળે છે તેની રકમ જે તે સભાસદોને આજ સુધી કયા કારણોસર ચૂકવામાં આવેલ નથી.સાબરડેરી માંથી મળતું બોનસ દરેક દૂધ ભરનાર સભાસદ માટે જીવાદોરી સમાન હોવા છતાં સાબરડેરી આટલો મહદઅંશે નફો કરતી હોવા છતાં સભાસદોને બોનસ(ભાવ વધાર) માટે તેમની હકની રકમો માટે સાબરડેરીના સંચાલકો કોના લાભ માટે આટલો વિલંબ કરે છે તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઝડપથી સભાસદો ને ભાવવધારો મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી આ બાબતે ત્રણ થી ચાર દિવસમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદોને બોનસનું ચુકવણું કરવું તેવો ઉલ્લેખ કરાયો હતો

 

 

 

 

 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button