DHRANGADHRAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે ધાંગધ્રા દિલ્હી દરવાજા પાસે T- ટ્વેન્ટી વર્લ્ડકપ મેચ પર સટો રમતા બે ઈસમોને દબોચી લીધા

રોકડ રૂપિયા, અર્ટીકા ગાડી, મોબાઇલ, લેપટોપ, રાઉટર સહીત કુલ મળીને કિ.રૂ.11,32,470 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડ રૂપિયા, અર્ટીકા ગાડી, મોબાઇલ, લેપટોપ, રાઉટર સહીત કુલ મળીને કિ.રૂ.11,32,470 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે જે જાડેજા સાહેબ નાઓએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમના પીઆઇ જે જે જાડેજા,પો.હે.કો. પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર, હરદીપસિંહ ઝાલા સહીત સમગ્ર ટીમ દ્રારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી બે ઇસમ જેમાં તોફીક હુસેનભાઇ પીલુડીયા રહે જુના બસ સ્ટેશન પાસે ગેબનશ પીરની દરગાહ પાસે મોરબી, ઇબ્રાહીમભાઇ આમદભાઈ કાસમાણી રહે દરિયાલાલ વાળી શેરી મેમણ કોલોની બાજુમાં મોરબી હાલે રમાતી ટી-૨૦ વલ્ડ કપમા ઇન્ડીયા, અફઘાનીસ્તાન ટીમ વચ્ચેની ક્રીકેટ મેચમાં રોકડ રૂ.1970 તથા લેપટોપ રૂ.30,000 તથા મોબાઇલ ફોન 6 રૂ.95,500 તથા અર્ટીકા ગાડી રૂ.10,00,000 તથા એક રાઉટર રૂ.5000 સહીત લાઇવ ક્રીકેટ મેચના સોદાઓ લખી ક્રિકેટ સટ્ટાનો પૈસાની હાર જીતનો જુગાર રમાડી રમતા કુલ કી.રૂ.11,32,470 ના મુદામાલ સાથે પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button