ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં જેમમાં ગયેલા વિકાસના કામો અટક્યા મેઘરજ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી લાખો રૂપિયાના જેમમા ગયેલ કામો થયા જ નથી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં જેમમાં ગયેલા વિકાસના કામો અટક્યા મેઘરજ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી લાખો રૂપિયાના જેમમા ગયેલા કામો થયા જ નથી

 

સરકાર વિકાસની ગાથાને ટકાવી રાખવા માટે દર વર્ષે જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયત હસ્તક વિવિધ વિકાસના કામોની ગ્રાન્ટોની ફાળવણી કરતી હોય છે અને જે તે પંચાયતની અંદર રોડ રસ્તા પાણી તેમજ ઈલેક્ટ્રીક જેવા વિવિધ કામો વિકાસને વેગ અપાવી વિકાસશીલ ગુજરાત પ્રગતિ પર છે પરંતુ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી જેમમા ગયેલા વિકાસના કામો થયા નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

મેઘરજ તાલુકામાં મળતી માહિતી અનુસાર 2020-21 થી આજ દિન સુધી મંજુર થયેલા કામો જે જેમમાં ગયા છે  તે કામો થયાં ન હોવાની માહિતી સામે આવી છે જેની અંદર વિવિધ પંચાયતોમાં લાખો રૂપિયાના મંજૂર થયેલા કામો અને એમાં પણ જેમમા ગયેલા કામો છેલ્લા 4 વર્ષ થી થયા જ નથી તે માહીતી જાણવા મળી હતી. જેમમા ગયેલા કામો જેવા કે ઇલેક્ટ્રીક ને લગતા કામો,CCTV ને લગતા કામો સહિત અનેક કામો મંજૂર તો થયા છે પરંતુ કામો થતાં નથી. કામો ન થયા હોવાના પાછળ જવાબદાર કોણ..? આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી પણ અજાણ છે કે શું…? એ પણ એક સવાલ છે. પરંતુ હાલ લાખો રૂપિયાનાજેમમાં ગયેલા કામો છેલ્લા કેટલાય વર્ષો થી થયા જ નથી અને બીજી બાજુ તાલુકામાં વર્ક ઑર્ડર મળ્યા ન હોય છતાં પણ કામો થઈ રહ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે તો શું વિકાસશીલ ગુજરાતમાં મંજૂર થયેલા લાખો રૂપિયાના કામો અટકી પડ્યા છે જો જેમમા ગયેલા કામો ઝડપથી કરવામાં આવે તો હજુ પણ ગુજરાતની વિકાસ યાત્રા વધી શકે છે

Back to top button
error: Content is protected !!