MULISURENDRANAGAR

સરલાનાં યુવાન દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી વધે તે માટે ઉમદા કાર્ય

તા.23/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાકેશ બોસીયાએ 40 મોરને ચણ પાણીની વ્યવસ્થા કરી બન્યો મોર નો મિત્ર

મુળી તાલુકાનાં સરલા ગામે આવેલ સબ ડિવિઝન પાસે મેદાન બનાવી મોરની વસ્તી વધે તે માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી નિત્યક્રમ બનાવી સવારે 6 કલાકે દાણા ચણ અને પાણી વ્યવસ્થા કરવામાં આવે છે અને ફક્ત દશ મોરથી શરૂઆત કરી હતી આજે 40 મોર ની સંખ્યા થ‌ઈ છે ત્યારે રાકેશ બોસીયા ઉર્ફે લાલો એ જણાવ્યું હતું કે અવિરતપણે આ સેવા ચાલુ રાખી આવતાં વર્ષોમાં મોરની સંખ્યા 100 થાય તેવી ઈચ્છા છે સરલાનાં આ 35 વર્ષનાં યુવાનનાં મિત્રો મોર બની ગયાં છે આ યુવાનને જોઈ રીતસર થનગનાટ સાથે ટહુકા સાંભળીએ ત્યારે આપણને પણ એક કુદરતી અહેસાસ જોવાં મળે છે દરરોજ પાંચ કીલો જુવાર બાજરી ઘંઉ ની ચણ નિત્યક્રમ નાખવા માં આવે છે અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે તમો સ્થળ ઉપર જશો એટલે મોરનાં ટહુકા સાંભળવાં મળશે અને જીવદયાપ્રેમી આ યુવાન અન્ય યુવાનોને રાહ ચીંધે છે રાકેશનાં જણાવ્યા મુજબ ફરતી ફેન્સિગ માટે ફાળો ગામલોકોએ આપેલ છે ફેન્સિગ બની જાય એટલે કોઈ જાનવર દ્વારા મોર ઉપર હુમલો ન થાય અને સુરક્ષિત બંને તેવા પ્રયત્નો કર્યા છે હાલ જંગલ વિસ્તાર ઘટતો જાય છે ઘટાટોપ વૃક્ષો ઘટતાં જાય છે ત્યારે મોરને બચાવવા કઠીન હોય છે પરંતુ આસપાસ વાડી વિસ્તારના વૃક્ષ ઉપર દિવસે મોર રહે છે એટલે સુરક્ષિત છે આ રાકેશ બોસીયાની કામગીરી અને જીવદયાને ગામલોકો પણ વધાવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!