BANASKANTHAPALANPUR

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક હુકમ આપવાનો કાર્યક્રમ

4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ। યુનિવર્સિટી ના વી.આર મહેતા ઓડિટોરિયમ હોલ ખાતે કમિશનર ઓફ સ્કૂલ્સ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠા તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક હુકમ આપવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. આર. એમ .ચૌહાણ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં સમગ્ર જિલ્લા માં નિમણૂક પામનાર 240 શિક્ષકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આદરણીય કુલપતિ શ્રી એ શિક્ષકની ભૂમિકા સમાજમાં શું હોય છે અને આજના જમાનામાં ટેકનોલોજી નો ઉપયોગ કેટલો જરૂરી છે તેના પર ભાર મૂક્યો. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉ .હિતેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો. યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ નિયામક શ્રી ડૉ. કે પી ઠાકર સાહેબની કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈ આઈ શ્રી જી.ડી ચૌધરી, શ્રી કરસનભાઈ પઢાર, આચાર્ય સંઘના મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી, શ્રી એસ. ડી જોશી, શ્રી એચ એમ ચૌધરી એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ડી ઇ ઓ કચેરી ના એ.ઈ.આઈ ચેતનભાઇ પટેલે કરી. સમગ્ર કાર્યક્રમમાં સરદાર કૃષિનગર વિદ્યાલયના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવી.

Back to top button
error: Content is protected !!