દાહોદ બસ સ્ટેશનમાં RCC રોડના કામમાં એન્જીનીયરની બેદરકારી સ્માર્ટ સીટીની ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર RCC રોડ બનાવી દેતા સ્થાનિકોમાં રોષ

તા.૧૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બસ સ્ટેશનમાં RCC રોડના કામમાં એન્જીનીયરની બેદરકારી સ્માર્ટ સીટીની ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર RCC રોડ બનાવી દેતા સ્થાનિકોમાં રોષ
દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે આરસીસી ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે પરંતુ, કોન્ટ્રાક્ટરે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર લાઈનને ધ્યાનમાં લીધા વિના જ તેના પર સિમેન્ટનું આરસીસી કામ શરૂ કરી દીધું હતું.બેદરકારીની હદ આ આડેધડ કામગીરીના કારણે ભૂગર્ભ ગટરના મુખ્ય ચેમ્બરના ઢાંકણાઓ જ આરસીસીના થર નીચે દબાઈ ગયા છે. જો ભવિષ્યમાં ગટર ચોકઅપ થાય, તો તેને સાફ કરવા માટે આખું ફ્લોરિંગ તોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે એટલું જ નહીં, કામગીરી દરમિયાન બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા આસપાસના અનેક ઘર અને દુકાનોના ગટર કનેક્શન પણ તોડી નાખવામાં આવ્યા. જેને કારણે સ્થાનિક રહિશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.સ્થળ પર હોબાળો કર્યો આ ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર ઈસ્તીયાક સૈયદ તાત્કાલિક બસ સ્ટેશન ખાતે દોડી આવ્યા. તેમણે ચાલી રહેલા કામને અટકાવી દીધું અને માંગ કરી છે કે જ્યાં સુધી ગટરના તમામ ઢાંકણા અને ચેમ્બર ઊંચા લેવલ પર લાવીને વ્યવસ્થિત ન કરાય, ત્યાં સુધી કામ આગળ વધવા દેવામાં નહીં આવે આ સમગ્ર ઘટના બાદ એસ.ટી. વિભાગ, નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે કે કરોડો રૂપિયાના સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પર આ પ્રકારે પાણી ફેરવતા અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે?





