DEVBHOOMI DWARKAKALYANPUR

દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં સામેલ ખીરસરા ગામમાં મતદાતા જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

        આ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

        જેમાં મતદાનની આવશ્યકતા નાગરિકોને સમજાવવામાં આવી હતી. વધુમાં નાગરિકોને ૭ મેના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત અવશ્ય આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખવા માટે દરેક નાગરિક પોતાની મતદાનની ગૌરવપૂર્ણ ફરજ નિભાવે તે મહત્વનું છે, આ માટે ગામોગામ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!